નવી દિલ્હી, 19 ડિસેમ્બરઃ FIR Against Rahul: સંસદ ભવનમાં આજે ધક્કામુક્કીની ઘટના બાદ ભાજપ અને કોંગ્રેસ બંને આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે ત્યારે બંને કાર્યવાહીની પણ માગ કરી રહ્યા છે. ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા અનુરાગ ઠાકુર અને દિલ્હીના સાંસદ બાંસુરી સ્વરાજ આ મામલે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે. જેને લએએને રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે તેમ છે.
इस वीडियो में साफ दिख रहा है..
BJP सांसद हाथों में डंडे लगे प्लेकार्ड लेकर विपक्ष के सांसदों को सदन में जाने से रोक रहे हैं।
कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे जी, प्रियंका गांधी जी और अन्य महिला सांसदों के साथ BJP के सांसद धक्का-मुक्की कर रहे हैं।
ये सरासर गुंडई है।… pic.twitter.com/e7azBtgJiq
— Congress (@INCIndia) December 19, 2024
પોલીસ ફરિયાદમાં બંને પાર્ટીના બે સાંસદો પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતના ઘાયલ થયાની જાણકારી આપવાના છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે બે ઘાયલ સાંસદો પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતને કોલ કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા. હાલમાં બંને આઇસીયુમાં છે. બંનેની સારવાર પણ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ Fruits for Winter: શિયાળામાં સ્કિનને હેલ્ધી રાખવા ડાયેટમાં સામેલ કરો આ ફળો- વાંચો હેલ્થ ટિપ્સ
बाबा साहेब का अपमान,
नहीं सहेगा हिंदुस्तान…कांग्रेस पार्टी माफी मांगो!
गांधी परिवार माफी मांगो!
संविधान के हत्यारों माफी मांगो! pic.twitter.com/UZ82ObFwU1— BJP (@BJP4India) December 19, 2024
હૉસ્પિટલના ડૉક્ટરેએ કહ્યું કે, “બંને (પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત) સાંસદને માથામાં ઈજા થઈ હતી. તેઓ લગભગ 11.30 વાગ્યે હૉસ્પિટલ પહોંચ્યા. પ્રતાપ સારંગીને કપાળે ઈજા થઈ હતી. જ્યારે તેઓ આવ્યા ત્યારે ખૂબ લોહી વહી રહ્યું હતું. અમારે તેમને ટાંકા લેવા પડ્યા કારણ કે ઘા ખૂબ ઊંડો હતો. તેમનું બ્લડ પ્રેશર પણ વધી ગયું હતું તેથી અમે ટેસ્ટ કરાવી રહ્યા છીએ અને બ્લડ પ્રેશરને સ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે મગજનું સીટી સ્કેન પણ કરાવી રહ્યા છીએ.
Congress MPs KC Venugopal, K Suresh and Manickam Tagore write to Lok Sabha Speaker Om Birla.
“… As we attempted to enter the Parliament through Makar Dwar, the protesting MPs were physically obstructed from entering…LoP Rahul Gandhi was physically manhandled by three MPs… pic.twitter.com/hn7WZiYJqR
— ANI (@ANI) December 19, 2024
સંસદમાં ધક્કામુક્કી મામલે કોંગ્રેસ સાંસદ વતી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્ર કોંગ્રેસના સાંસદ કે. સી. વેણુગોપાલ, કે. સુરેશ, મણિકમ ટાગોર દ્વારા લખવામાં આવ્યો હતો. જેમણે આ મામલે કાર્યવાહીની માગ કરી હતી.
આ પણ વાંચોઃ Maha Kumbh Special Trains: ગુજરાતીઓને કુંભના મેળામાં જવા સ્પેશિયલ ટ્રેનોનું આયોજન, જાણો સંપૂર્ણ શિડ્યુલ

