Fire In School Bus Ahmedabad

Fire in School Bus: અમદાવાદના એસજી હાઇવે પર સ્કૂલ બસને આગ લાગી, બાળકોની વાલીઓમાં દોડધામ મચી- વાંચો વિગત

અમદાવાદ, 18 ડિસેમ્બરઃ Fire in School Bus: અમદાવાદના એસજી હાઇવે પર સ્કૂલ બસને આગ લાગી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. એસ.જી. હાઇવે પર ગોતા નજીક એક ખાનગી સ્કૂલ બસને આગ લાગ લાગતાં ભડભડ સળગી ઉઠતી હતી. સમયસૂચકતા દાખવી તમામ વિદ્યાર્થીઓને સહી સલામત રીતે બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા.

ફાયર બ્રિગેડને સ્કૂલ બસને આગ લાગી હોવાની ઘટનાનો કોલ મળતાં દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમે થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લીધો છે. સદનસીબે આ ઘટનામાં કોઇને ઇજા કે જાનહાનિના સમાચાર મળ્યા નથી.

સ્કૂલ બસને આગ લાગી હોવાની જાણ થતાં બાળકોની વાલીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાસ્થળે વાલીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે તમામ વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કાઢી લેવામાં આવતાં વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે આગ કયા કારણોસર લાગી હતી તે અંગે હજુ સુધી જાણી શકાયું નથી આ અંગે તપાસ ચાલુ છે.

આ પણ વાંચોઃ Ravindra jadeja: ગાબામાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરી રચ્યો ઈતિહાસ, વાંચો સંપૂર્ણ વિગત

આ પણ વાંચોઃ Raj On Pornography Case​: અશ્લીલ વીડિયો મામલે રાજ કુંદ્રાએ ત્રણ વર્ષે ચૂપી તોડી, કહ્યું- મારી પત્નીનું નામના ઉછાળો….જુઓ વીડિયો