Zakir Hussain

Zakir Hussain: તબલા વાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની ઉંમરે નિધન, પરિવાર માટે છોડી ગયા કરોડોની સંપત્તિ- વાંચો વિગત

મનોરંજન ડેસ્ક, 16 ડિસેમ્બરઃ Zakir Hussain: પ્રસિદ્ધ તબલાવાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે નિધન થયું છે. તેમના પરિવારે આ સમાચારની પુષ્ટિ કરી છે. તબલા ઉસ્તાદે 15 ડિસેમ્બર, રવિવારના રોજ સન ફ્રાન્સિસ્કોમાં અંતિમ શ્વાસ લીધા હતા. ઝાકિર હુસૈનના મૃત્યુ અંગેની વિગતો શેર કરતા પરિવારે એક નિવેદન બહાર પાડ્યું છે. તેઓએ જાહેર કર્યું કે, તે આઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસને (idiopathic pulmonary fibrosis) કારણે મૃત્યું પામ્યા છે, જે ફેફસાંને અસર કરતી બીમારી છે.

તેમના પરિવારે કહ્યું, “શિક્ષક, માર્ગદર્શક અને શિક્ષણવિદ તરીકેના તેમના ઉત્કૃષ્ટ કાર્યએ અસંખ્ય સંગીતકારો પર અમીટ છાપ છોડી છે. તેમણે આગામી પેઢીને વધુ આગળ વધવા માટે પ્રેરણા આપવાની આશા વ્યક્ત કરી હતી. તેઓ એક સાંસ્કૃતિક રાજદૂત અને સર્વકાલીન મહાન સંગીતકાર તરીકે અપ્રતિમ વારસો છોડ્યો છે. પરિવારે આ સમયે ‘ગોપનીયતા’ માટે વિનંતી કરી છે.”

આ પણ વાંચોઃ Owaisi attacks Government: સંસદમાં ઓવૈસીના કેન્દ્ર સરકાર પર પ્રહાર, કહ્યું- વક્ફ અને મુસ્લિમોને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું – જુઓ વીડિયો

ઝાકિર હુસૈન છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા. જ્યારે તેમની તબિયત વધુ ખરાબ થઈ ત્યારે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારે પહેલા મોતના સમાચારને નકારી કાઢ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, હુસૈનને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યાં છે. હુસૈનને પોતાના પહેલા પરફોર્મન્સ માટે માત્ર 5 રૂપિયા મળ્યાં હતા. તે સમયે, તેના પિતા ઉસ્તાદ અલ્લા રાખા એક મશહૂર તબલાવાદક હતા. પોતાની મહેનત અને લગનથી ઝાકિરે દુનિયામાં ભારતનો ડંકો વગાડી દીધો.

ઉસ્તાદ ઝાકિર હુસૈનની નેટવર્થની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે આશરે 10 લાખ ડોલર એટલે કે આશરે 8 કરોડની સંપત્તિના માલિક છે. તે પોતાના એક કોન્સર્ટ માટે આશરે 5 થી 10 લાખ રૂપિયા ચાર્જ કરતા છે. ઝાકિર હુસૈનના મિત્ર બાંસુરી વાદક રાકેશ ચૌરસિયાએ પીટીઆઈને જણાવ્યું કે, તબિયત લથડ્યા પછી તેને ગત અઠવાડિયે આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યાં હતા. તે હાર્ટ સંબંધિત સમસ્યાના કારણે ગત અઠવાડિયે સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં દાખલ થયા હતા.

આ પણ વાંચોઃ illegal immigrants from US: ગેરકાયદેસર રહેતા લોકોને અમેરિકામાંથી કાઢવા ડોનાલ્ડ ટ્રમ્પ લાગુ કરશે આ કાયદો- વાંચો સંપૂર્ણ વિગત