અમદાવાદ, 13 ડિસેમ્બરઃ Ahmedabad Flower Show: અમદાવાદમાં દર વર્ષે શિયાળા દરમિયાન ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો દૂર દૂરથી ફ્લાવર શોને નિહાળવા માટે આવે છે. આ વર્ષે પણ અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. પરંતુ આ વર્ષે સહેલાણીઓને ફ્લાવર શોની મુલાકાત લેવી મોંઘી પડી શકે છે. આ વર્ષે 1 જાન્યુઆરીથી ફ્લાવર શો શરુ થવાનો છે જેની ટિકિટમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફ્લાવર શોની ટિકિટમાં મોટો વધારો કરાયો છે.
આ પણ વાંચોઃ World Chess Championship: ભારતીય ગુકેશ બન્યો વર્લ્ડ ચેમ્પિયન, સૌથી યુવા શતરંજનો બાદશાહ બની રચ્યો ઇતિહાસ
અમદાવાદના ફ્લાવર શોમાં સોમથી શુક્રવારે 70 રુપિયાની એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જ્યારે શનિવાર અને રવિવારે ફ્લાવર શોની ટિકિટ 100 રુપિયા રાખવામાં આવી છે. જ્યારે જો કોઈ વ્યક્તિને સ્પેશિયલ ફ્લાવર શોની વિઝિટ કરવી હોય તે લોકો માટે 500 રુપિયા ચાર્જ રાખવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે. સ્પેશિયલ વિઝિટ માટેનો સમય સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11માં રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Insulin Inhaler for Diabetes: હવે ડાયાબિટીસના દર્દીઓ ઇન્હેલર મારફતે ઈન્સ્યુલિન લઇ શકશે, વાંચો સંપૂર્ણ વિગત

