Kapoor Family

Kapoor Family: કપૂર પરિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા, PMએ કરીનાના બાળકો માટે મોકલી ખાસ ભેટ- જુઓ ફોટોઝ

બોલિવુડ ડેસ્ક, 11 ડિસેમ્બરઃ Kapoor Family: બોલિવુડના દિગ્ગજ અભિનેતા રાજકપુરની 100મી જન્મજંયતી ટુંક સમયમાં આવવાની છે. કપૂર પરિવાર આ ખાસ અવસરને લઈ સ્પેશિયલ પ્લાનિંગ કરી રહ્યું છે. 14 ડિસેમ્બરના રોજ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. આ ઈવેન્ટ પહેલા કપૂર પરિવારે પીએમ સાથે મુલાકાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં પીએમે કરીના કપૂરના બાળકો માટે એક સ્પેશિયલ ગિફટ મોકલાવી છે તે ફોટો પણ સામેલ છે. એક ફોટોમાં પીએમ મોદી સિગ્નેચર કરતા પણ જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

કપૂર પરિવારના જે લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમાં કરીના કપૂર, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કરિશ્મા કપૂર, સૈફ અલી ખાન સહિત અનેક લોકો સામેલ થયા હતા.

આ પણ વાંચોઃ ITR Deadline: ITR ફાઈલ કરવાનું ભૂલી ગયા હોય તો ઝડપથી ભરી લેજો નહીં તો ભરવી પડશે મોટી પેનલ્ટી- વાંચો વિગત

કપૂર પરિવાર 100મી જન્મજયંતિ નિમિત્તે, તેમનો પરિવાર PVR-INOX અને સિનેપોલિસ સિનેમા જેવા અત્યાધુનિક સ્થળોએ ભારતના 40 શહેરો અને 135 થિયેટરોમાં તેમની 10 આઇકોનિક ફિલ્મોનું સ્ક્રીનિંગ કરીને ભવ્ય ઉજવણીની તૈયારી કરી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

રણબીર કપૂરની બહેન રિદ્ધિમા સાહની પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચી હતી. ફોટો શેર કરતા તેમણે કહ્યું પીએમે જ્યારે પહેલી વખત 2014માં પીએમ બનવાના શપથ લીધા હતા. ત્યારથી તેને મળવાની ઈચ્છા હતી જે આજે પુરી થઈ છે.

આ પણ વાંચોઃ Fire in Gopal Factory: રાજકોટ ખાતે આવેલી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી આગ, જુઓ વીડિયો