રાજકોટ, 11 ડિસેમ્બરઃ Fire in Gopal Factory : ગુજરાતમાં ક્યાંય પણ આગ લાગે તો લોકોના મનમાં રાજકોટ ગેમઝોન ફાયરની ઘટના તાજી થઇ જાય છે. ત્યારે રાજકોટના મેટોડા GIDC માં આવેલી ગોપાલ નમકીનમાં ભીષણ આગ લાગી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ચારેતરફ ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
ફેકટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગની ઘટનાને પગલે રાજકોટ, શાપર અને કાલાવડ સહીતની ડઝન વધુ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
રાજકોટ મેટોડા GIDC ગોપાલ નમકીન ફેક્ટરીમાં આગ વિકરાળ બની
17 ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યા જેમાંથી 4 ઘટના સ્થળ પર હાજર
આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી pic.twitter.com/TGf4nFcADq
— AIR News Gujarat (@airnews_abad) December 11, 2024
હાલમાં મળી રહેલી માહિતી અનુસાર બપોરે 2 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ ભયંકર હોવાથી લાખોનો માલ બળીને ખાખ થઇ ગયો છે, જોકે સદનસીબે કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ગોપાલ નમકીનની ફેક્ટરની વિપુલ પ્રમાણમાં તેલનો જથ્થો અને પ્લાસ્ટિક પેકિંગનો સામાન હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે.
તમામ કર્મચારીઓને બહાર કઢાયાનો દાવો કરવામાં આવ્યો છે. ચાર કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોળા જોવા મળી રહ્યા છે. રાજકોટ પોલીસ અને એમ્બુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આજુબાજુની કંપનીઓ ખાલી કરાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Dharmendra: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને છેતરપિંડીના કેસમાં કોર્ટે સમન્સ પાઠવ્યુ- જાણો શું છે મામલો?

