Shraddha Arya

Shraddha Arya: ‘કુંડલી ભાગ્ય’ફેમ શ્રદ્ધા આર્યા બની માતા, જોડિયા બાળકોને આપ્યો જન્મ- જુઓ ફોટોઝ

મનોરંજન ડેસ્ક, 06 ડિસેમ્બરઃ Shraddha Arya: કુંડલી ભાગ્ય ફેમ શ્રદ્ધા આર્યાએ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે એક સારા સમાચાર શેર કર્યા છે. શ્રદ્ધા આર્યા માતા બની ગઈ છે અને તેણે આ ખુશખબર સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે શેર કરી છે.

ખાસ વાત એ છે કે શ્રદ્ધાના ઘરે એક નહીં પરંતુ બેવડી ખુશીએ દસ્તક આપી છે. જી હા, અભિનેત્રીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. તેના ઘરે એક પુત્ર અને એક પુત્રીને જન્મ થયો છે, જેની માહિતી અભિનેત્રીએ એક વીડિયો દ્વારા આપી હતી. તેણે તેના બાળકોની પ્રથમ ઝલક હોસ્પિટલના ચાહકો સાથે શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Arya (@sarya12)

શ્રદ્ધા આર્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તે તેના બંને બાળકોને પોતાના ખોળામાં લઈને જોવા મળી રહી છે. આ સાથે તેણે જણાવ્યું કે તેણે એક પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો છે અને હવે તેનો પરિવાર પૂર્ણ થઈ ગયો છે. વિડિયો શેર કરતી વખતે શ્રદ્ધાએ કેપ્શનમાં લખ્યું- ‘ડબલ ખુશી અમારો પરિવાર સંપૂર્ણ બન્યો છે. આપણું હૃદય બમણું ભરાઈ ગયું છે!’

આ પણ વાંચોઃ Devendra Fadnavis: દેવેન્દ્ર ફડણવીસ બનશે મહારાષ્ટ્રના નવા સીએમ, આવતી કાલે લેશે મુખ્યમંત્રી પદના શપથ- વાંચો વિગત

શ્રદ્ધાએ 29 નવેમ્બરે તેના બાળકોને જન્મ આપ્યો હતો, જેની માહિતી તેણે તેની પોસ્ટ સાથે માર્ક કરી હતી. વીડિયોમાં શ્રદ્ધાની આસપાસ વાદળી અને ગુલાબી રંગના ફુગ્ગા જોવા મળે છે, જ્યારે શ્રદ્ધા તેના બંને બાળકોને ખોળામાં પકડી રહી છે. પુત્રીને ગુલાબી રંગના કપડામાં અને તેના પુત્રને વાદળી રંગના કપડામાં લપેટીને, શ્રદ્ધા બંને પર પ્રેમ વરસાવતી જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધા આર્યાની પોસ્ટ પર કોમેન્ટ કરીને તેના ઘણા ફેન્સ અને સેલિબ્રિટી મિત્રો તેને અભિનંદન આપી રહ્યા છે. રિદ્ધિમા પંડિત, દીપ્તિ ભટનાગર, પવિત્ર પુનિયા, માહી વિજ, ધીરજ ધૂપર જેવા ઘણા કલાકારોએ શ્રદ્ધાને માતા બનવા પર કોમેન્ટ કરી અને અભિનંદન પાઠવ્યા છે. તમને જણાવી દઈએ કે, શ્રદ્ધાએ 2021માં નેવી ઓફિસર રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 3 વર્ષ બાદ હવે ખુશીએ તેમના દરવાજે દસ્તક આપી છે.

આ પણ વાંચોઃ Canada: કેનેડામાં લગભગ 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં, આ લોકોએ છોડવો પડશે દેશ- વાંચો વિગત