સ્પોર્ટ્સ ડેસ્ક, 02 ડિસેમ્બરઃ New Chairman OF ICC: વર્ષ 2009માં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનથી પોતાની સફરની શરૂઆત કરનાર જય શાહે આજે એટલે કે 1 ડિસેમ્બરના રોજ આંતર રાષ્ટ્રીય પરિષદ ( ICC )ના ચેરમેન તરીકે પદભાર સાંભળ્યો છે. 36 વર્ષીય જય શાહે ન્યુઝીલેન્ડના ગ્રેગ બર્કલેની જગ્યા લીધી છે. ICC માં ટૉપ સ્થાને પહોંચવાવાળા શાહ પાંચમા ભારતીય છે.
ICC ના ચેરમેન પદે શાહ પહેલા જગમોહન દાલમિયા, શરદ પવાર, એન શ્રીનિવાસન અને શશાંક મનોહર પણ રહી ચૂક્યા છે. તો બીસીસીઆઇના સેક્રેટરી જે શાહ હવે આંતર રાષ્ટ્રીય પરિષદના ચેરમેન બન્યા છે. જયે ICCના ચેરમેન બનતા જ ફ્યુચર પ્લાન જાહેર કર્યા છે.
A new chapter of global cricket begins today with Jay Shah starting his tenure as ICC Chair.
Details: https://t.co/y8RKJEvXvl pic.twitter.com/Fse4qrRS7a
— ICC (@ICC) December 1, 2024
એન. શ્રીનિવાસન અને શશાંક મનોહર ICC ના ચેરમેન પદે હતા તો જગમોહન દાલમિયા અને શરદ પવાર પ્રેસિડન્ટ પદે હતા. ICC પ્રેસિડન્ટ પદ વર્ષ 2016 થી રદ કરવામાં આવ્યું છે તો જહીર અબ્બાસ ICC ના છેલ્લા પ્રેસિડેન્ટ હતા.
જય શાહ ક્રિકેટ પ્રશાસનમાં ટૉપ પર જવા વાળા સૌથી નાની ઉંમરના પ્રશાસક છે . પદ સંભાળતા જ તેમણે કહ્યું કે, “આ જવાબદારી નિભાવવા માટે સન્માનિત અનુભવી રહ્યો છું. હું ICCના બોર્ડ મેમ્બર્સના સમર્થન અને વિશ્વાસ માટે આભારી છું. આ રમત માટે ખૂબ રોમાંચિત સમય છે કારણ કે આપણે લૉસ એન્જેલિસ ઓલમ્પિક ગેમ્સ 2028 ની તૈયારી શરૂ કરી છે. અમે દુનિયાભરના ક્રિકેટ રસિકો માટે ક્રિકેટને વધુ આકર્ષક બનાવવા માટે પ્રયત્ન કરીશું” ઉપરાંત તેમણે કહ્યું,” ક્રિકેટમાં વૈશ્વિક સ્તર પર ઘણી સંભાવનાઓ છે અને હું આ અવસરોનો લાભ લેવા અને અને તેને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ICC ટીમ અને અન્ય દેશોની ટીમ સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છું”

