અમદાવાદ, 02 ડિસેમ્બરઃ Car Accident: અમદાવાદ શહેરના માર્ગો હવે સામાન્ય જનતા માટે સુરક્ષિત રહ્યા નથી. મોત સતત માથે મંડરાતું રહે છે. શહેરના માર્ગો પર ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અને હિટ એન્ડ રનના કેસ સતત સામે આવી રહ્યા છે. રીપલ પંચાલે સર્જેલા અકસ્માતને લોકો હજુ ભૂલ્યા નથી ત્યાં તો અમદાવાદના નરોડા-દહેગામ રોડ પર એક શખ્સે નશાની હાલતમાં પૂરપાટ ઝડપે બેફામ કાર હંકારી બે યુવકોનો ભોગ લીધો છે.
અકસ્માત સર્જ્યા બાદ લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું અને પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરી રહેલા કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી હતી. જોકે આ પ્રકારની ઘટનાઓ હવે શહેરમાં સામાન્ય બની જતાં કથળતા જતા કાયદા અને વ્યવસ્થાને સામે સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચોઃ Maharashtra: ભાજપે વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણને મહારાષ્ટ્ર ખાતે સોંપી મોટી જવાબદારી, વાંચો વિગત
પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે મોડી રાત્રે નરોડા-દહેગામ રોડ પર એક્ટિવા પર બે યુવકો જઇ રહ્યા હતા. આ દરમિયાન પીધેલી હાલતમાં કાર ચલાવી રહેલા ગોપાલ પટેલ નામના શખ્સે પૂરપાટ ઝડપે કાર ડિવાઇડર ચઢાવી દેતાં કાર ડિવાઇડર કૂદી રોંગ સાઇડમાં જતી રહી હતી. આ દરમિયાન સામેથી આવી રહેલા અમિત રાઠોડ અને વિશાલ રાઠોડની એક્ટિવાને કારની ટક્કર વાગતાં બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ગોપાલ પટેલ નામનો શખ્સ નશામાં ટલ્લી હતો અને લથડીયા ખાતો હતો. અકસ્માત સર્જ્યા બાદ સ્થાનિક લોકોને કાર ચાલકને પકડી પાડી મેથીપાક પણ ચખાડ્યો હતો. આ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે, જે હચમચાવી દે એવા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Places to visit in Dec: ડિસેમ્બરની ઠંડીઓ ફેમિલી સાથે ફરવા માટે આ જગ્યાઓ છે બેસ્ટ, વાંચો લિસ્ટ સાથે વિગત

