Samantha Father Passed Away

Samantha father Passed away: એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુના પિતાનું આકસ્મિક નિધન થયું, સોશિયલ મીડિયા પર દુ:ખ છલકાયુ

બોલિવુડ ડેસ્ક, 30 નવેમ્બરઃ Samantha father Passed away: સાઉથ અને બોલિવૂડ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુએ એક દુ:ખદ સમાચાર શેર કર્યા છે. એક્ટ્રેસના પિતાનું અવસાન થયું છે. સામંથાએ શોક સંદેશ શેર કરીને સાથે સોશિયલ મીડિયા પર તૂટેલા હૃદયનું ઇમોજી મૂક્યું છે. અભિનેત્રી માટે આ ખૂબ જ મુશ્કેલ સમય છે.

સામંથા છેલ્લા કેટલાક વર્ષોથી Myositis નામની ખતરનાક ઓટોઈમ્યૂન (સ્વયંપ્રતિરક્ષા) બિમારીથી પીડાય છે. થોડાં વર્ષ પહેલાં તેણે એક્ટર નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા પણ લીધાં હતાં. તેમણે ઘણી વખત મુશ્કેલ સમય વિશે વાત કરી છે. આ દરમિયાન અભિનેત્રીના પિતાનું આકસ્મિક નિધન થતાં તેના દુઃખમાં વધારો થયો છે.

Samantha Father Passed Away 1 152x300

આ પણ વાંચોઃ Places to visit in Dec: ડિસેમ્બરની ઠંડીઓ ફેમિલી સાથે ફરવા માટે આ જગ્યાઓ છે બેસ્ટ, વાંચો લિસ્ટ સાથે વિગત

ચેન્નાઈમાં રહેતા જોસેફ પ્રભુ અને નિનેટ પ્રભુના ઘરે સામંથા રૂથ પ્રભુનો જન્મ થયો હતો. અભિનેત્રીએ તેના ઉછેર અને સ્ટારડમ સુધીની તેની સફરમાં તેના માતા-પિતાની ભૂમિકા વિશે ઘણી વખત વાત કરી ચૂકી છે. જોસેફ એંગ્લો-ઈન્ડિયન હતા. સામંથાના જીવનમાં તેની મોટી ભૂમિકા હતી. થોડા સમય પહેલા અભિનેત્રીએ તેના પિતા સાથેના બોન્ડની વાત કરી હતી. સામંથાએ કહ્યું કે, બાળપણમાં મારી અસુરક્ષા મારા પિતાના કડક શબ્દોના કારણે આવી હતી.

‘મારું આખું જીવન મારી માન્યતા માટે લડવું પડ્યું છે. મારા પિતા અન્ય ભારતીય માતા-પિતા જેવા હતા. તેઓ વિચારે છે કે તેઓ તમારું રક્ષણ કરી રહ્યા છે. તેઓ કહેતા કે, તમે જેટલુ માનો છો તો તેટલા સ્માર્ટ નથી. મારા પિતા સાચુ કહેતા હતા. આખી જીંદગી માન્યતા માટે લડ્યા પછી, જ્યારે તેણીને તેના કામ માટે પ્રશંસા મળવા લાગી તો તેને સમજાતું નહોતું કે, તેને સાચું કેવી રીતે સ્વીકારવું.

આ પણ વાંચોઃ Good Plants for Home: ઘરમાં નકારાત્મક ઉર્જા ઘટાડવા માટે લગાવો લગાવો આ પ્લાન્ટ, થશે મોટો લાભ