Gharchola

Gharchola: ગુજરાતની વધુ એક સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ‘ઘરચોળા’ને GI ટેગ થયો પ્રાપ્ત, વિશ્વમાં મળશે ઓળખ

અમદાવાદ, 29 નવેમ્બર : Gharchola: ગુજરાત રાજ્ય પોતાની વૈવિધ્યસભર અને ઉત્કૃષ્ટ હસ્તકલા માટે વિશ્વ પ્રખ્યાત છે. ગુજરાત રાજ્યને અત્યાર સુધીમાં કુલ 26 GI ટેગ પ્રાપ્ત થયા છે, જેમાંથી 22 GI ટેગ એકલા હસ્તકલા ક્ષેત્ર માટે મળ્યા છે. ત્યારે હવે ભારત સરકારે ગુજરાતની વધુ એક સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ‘ઘરચોળા’ને GI ટેગ આપ્યો છે. આ સાથે ગુજરાતને મળેલા કુલ GI ટેગની સંખ્યા 27 પર પહોંચી ગઈ છે, જ્યારે હસ્તકલા ક્ષેત્રે આ 23મો GI ટેગ મળ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગરવી ગુર્જરીની આ વધુ એક સફળતા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ઘરચોળા હિંદુ અને જૈન સમાજમાં લગ્ન જેવા માંગલિક પ્રસંગોએ પહેરવામાં આવે છે. પરંપરાગત રીતે ઘરચોળા લાલ અથવા મરૂન અને લીલા અથવા પીળા જેવા રંગોમાં બનાવવામાં આવતા હતા, જેને હિંદુ પરંપરામાં શુભ રંગો માનવામાં આવે છે.

Content Image 3be2faca 887e 4536 813b 72f1d3e2e590

ભારત સરકારના કાપડ મંત્રાલયના હેન્ડલૂમ્સ ડૅવલપમેન્ટ કમિશ્નર દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત “જીઆઇ ઍન્ડ બિયોન્ડ–વિરાસત સે વિકાસ તક” કાર્યક્રમ દરમિયાન ગુજરાતના ગૌરવ સમાન “ઘરચોળા હસ્તકલા”ને પ્રતિષ્ઠિત જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટેગ એનાયત કરવામાં આવ્યો છે. ગરવી ગુર્જરીના પ્રયાસો થકી શક્ય બનેલ છે.

આ પણ વાંચોઃ Relief for pensioners: પેન્શનધારકો માટે રાહતના સમાચાર; ઘરે બેઠાં જીવન પ્રમાણપત્ર મેળવી શકશે

ઘરચોળા માટે GIની માન્યતા, પોતાના કલા વારસાને સુરક્ષિત રાખવાના ગુજરાતના સમર્પણને પ્રતિબિંબિત કરે છે. આ GI ટેગ ગુજરાતની ઘરચોળા હસ્તકલાના સમૃદ્ધ વારસા અને જટિલ કારીગરીને વ્યાખ્યાયિત કરે છે અને તેનાથી ઘરચોળા કલાના અનન્ય સાંસ્કૃતિક ખજાનાનું સ્થાન વૈશ્વિક ફલક પર મજબૂત થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શરુ કરવામાં આવેલી વન ડિસ્ટ્રિક્ટ-વન પ્રોડક્ટ (ઓડીઓપી) યોજનાને કારણે GI ઉત્પાદનોનો બહોળો પ્રચાર-પ્રસાર થયો છે. મુખ્યમંત્રીના આ વિઝનને આગળ ધપાવતાં કુટીર અને ગ્રામોદ્યોગ કમિશ્નરની કચેરી દ્વારા આ GI ટૅગ્સ મેળવવા માટે પ્રસંશનીય કામગીરી કરવામાં આવે છે.

ગુજરાતના ઘરચોળા હિંદુ અને જૈન સમાજમાં લગ્ન જેવા માંગલિક પ્રસંગોએ પહેરવામાં આવે છે. પરંપરાગત રીતે, ઘરચોળા લાલ અથવા મરૂન અને લીલા અથવા પીળા જેવા રંગોમાં બનાવવામાં આવતા હતા, જેને હિંદુ પરંપરામાં શુભ રંગો માનવામાં આવે છે. આજે ગુજરાતના વણકરો આધુનિક સમયને અનરૂપ ઘરચોળા સાડીની બનાવટમાં તેમની ડિઝાઇન્સ અને ટેકનિક્સને અપડેટ કરી રહ્યા છે. તેઓ વધુ આકર્ષક સાડીઓ બનાવવા માટે કૌશલ્ય વિકસિત કરી રહ્યા છે, જેના કારણે બજારમાં ઘરચોળા સાડીઓની માગમાં પણ ઘણો સુધારો થયો છે. નિગમના ગરવી ગુર્જરી વેચાણ કેન્દ્રો ખાતે ઘરચોળા સાડીઓનું વિપુલ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે.

ઘરચોળા સાડી ઉપરાંત, હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ગત વર્ષે સુરતની લુપ્ત થતી કલા “સાડેલી”, બનાસકાંઠાની “સુફ” એમ્બ્રોઇડરી, ભરૂચ જિલ્લાની “સુજની” હસ્તકલા તેમજ અમદાવાદની “સૌદાગીરી પ્રિન્ટ” અને “માતાની પછેડી” હસ્તકલાને GI ટેગ્સ આપવામાં આવ્યા છે. આ હસ્તકલાઓની સાંસ્કૃતિક ઓળખને જાળવી રાખવામાં કુટીર અને ગ્રામોદ્યોગની કચેરીના કમિશ્નરના અવિરત પ્રયાસો મહત્ત્વપૂર્ણ બન્યા છે.

આ પણ વાંચોઃ Sports Talent Award: ગુજરાતના 56 પ્રતિભાવાન ખેલાડીઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા