West Bengal Riots

West Bengal Riots: પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર કોમી હુલ્લડ ફાટી નીકળતા આ જિલ્લામાં કર્ફ્યુ, પોલીસે 17 લોકોની કરી ધરપકડ

નવી દિલ્હી, 18 નવેમ્બરઃ West Bengal Riots: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં ફરી એકવાર કોમી હુલ્લડ ફાટી નીકળ્યા છે. મુર્શિદાબાદના બેલડાંગા વિસ્તારોમાં બે કોમ વચ્ચે અથડામણ થતાં જિલ્લામાં બીએનએસની કલમ 163 હેઠળ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ મામલે પોલીસે 17 લોકોની ધરપકડ પણ કરી છે. એક ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ પર કથિત આપત્તિજનક સંદેશના કારણે આ હિંસા શરૂ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ Gold Rate: સોનુ- ચાંદી ખરીદવાની ઇચ્છા હોય તો જાણી લો ભાવ, છેલ્લા 7 દિવસમાં 3710 રૂપિયા સસ્તું થયું ગોલ્ડ – વાંચો વિગત

પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર, બેલડાંગામાં કાર્તિક પૂજા પંડાલની નજીક બનાવવામાં આવેલા કામચલાઉ ગેટ પર લગાવેલા ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ પર હિન્દુ-મુસ્લિમ વચ્ચે લડાઈ કરાવવાના અર્થે ધર્મ વિરોધી સંદેશના કારણે અથડામણ સર્જાઈ હતી. જેમાં મુસ્લિમ સમુદાયના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર લોકોને ઉશ્કેરવા ધર્મ વિરોધી નિવેદનો રજૂ કરી હિન્દુઓને ધમકી આપી હતી.

વિવાદ સર્જાતા બંને સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં પથ્થરમારો અને હથિયારો વડે તોડફોડ કરવામાં આવી હતી. જેમાં દેશી બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતાં. પોલીસે સવાર સુધીમાં સ્થિતિ કાબૂમાં લીધી હતી. જો કે, વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ Navjot singh break silence: શા માટે છોડ્યો નવજોત સિંહ સિદ્ધુએ કપિલ શર્મા શો? 5 વર્ષ બાદ જણાવી હકીકત- વાંચો વિગત