Gold Silver Price

Gold Rate: સોનુ- ચાંદી ખરીદવાની ઇચ્છા હોય તો જાણી લો ભાવ, છેલ્લા 7 દિવસમાં 3710 રૂપિયા સસ્તું થયું ગોલ્ડ – વાંચો વિગત

બિઝનેસ ડેસ્ક, 18 નવેમ્બરઃ Gold Rate: સોનાની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો સોનાના ભાવમાં 3710 રૂપિયાનો ઘટાડો થયો છે. અમદાવાતની વાત કરીએ તો 17 નવેમ્બરે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 75,700 રૂપિયા છે. ત્યારે આ લેખમાં જાણીશું કે સોનાની કિંમત આટલી કેમ ઘટી રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 75,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 69,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈ અને કોલકાતાની વાત કરીએ તો અહીં 24 કેરેટ સોનાની કિંમત 75,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાની 10 ગ્રામની કિંમત 69,350 રૂપિયા છે.

આ પણ વાંચોઃ Navjot singh break silence: શા માટે છોડ્યો નવજોત સિંહ સિદ્ધુએ કપિલ શર્મા શો? 5 વર્ષ બાદ જણાવી હકીકત- વાંચો વિગત

જ્યારે ચેન્નાઈમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 75,600 રૂપિયા છે, ભોપાલ અને અમદાવાદમાં 24 કેરેટ સોનાની પ્રતિ 10 ગ્રામની કિંમત 75,700 રૂપિયા છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની વાત કરીએ તો અહીં 24 કેરેટ સોનાની પ્રતિ 10 ગ્રામની કિંમત 75,800 રૂપિયા છે. જયપુર અને ચંદીગઢમાં પણ 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 75,800 છે.

ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક બજારમાં કોમેક્સ પર સોનાની કિંમત 2,570.10 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે. જો છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવની વાત કરીએ તો તે 2622.45 ડોલર પ્રતિ ઔંસ હતી. તેનો અર્થ એ કે તેની કિંમત ઔંસ દીઠ 50 ડોલર કરતાં વધુ ઘટી છે.

આ પણ વાંચોઃ Vastu Tips For Mandir: તમે પણ મંદિરમાં રાખો છો માચીસ? જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે…