Earthquake

Earthquake felt:અમદાવાદ, મહેસાણા સહિત અનેક વિસ્તારોમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો- વાંચો વિગત

અમદાવાદ, 16 નવેમ્બરઃ Earthquake felt: અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતમાં શુક્રવારે મોડી સાંજે ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. જેની તીવ્રતા 4.2 આંકવામાં આવી છે અને તેનું કેન્દ્ર બિંદુ પાટણથી 13 કિલોમીટર દૂર નોંધાયું છે.

મળતી માહિતી મુજબ, શુક્રવારે મોડી સાંજના ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેમાં અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો જેવા કે પાટણ, પાલનપુર, અંબાજી સહિતના એરિયામાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અચાનક જ ધ્રુજારી અનુભવતા લોકો પોતામાં ઘરની બહાર દોડી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, આ ભૂકંપના આંચકા અંગે જાણવા મળ્યા મુજબ 15 નવેમ્બર 2024 લગભગ રાત્રે 10 કલાકે પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ પાટણથી 13 કિમી દક્ષિણપૂર્વમાં નોંધાયું છે. જે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ)એ નોંધ્યું છે.

આ પણ વાંચોઃ Champions Trophy: ભારતના વિરોધ બાદ ICCનો નિર્ણય, ચેમ્પિયન ટ્રોફી POKમાં નહીં જાય- વાંચો વિગત

આ પણ વાંચોઃ Murder Incident: બોપલમાં વધુ એક હત્યા, લોહીથી લથપથ હાલતમાં પુરુષનો મૃતદેહ મળી આવ્યો- વાંચો વિગત