બિઝનેસ ડેસ્ક, 12 નવેમ્બરઃ Air India decision: દેશની અગ્રણી એરલાઈન્સ એર ઈન્ડિયાએ છેવટે તમામ પ્રવાસીઓને હલાલ પ્રમાણિત ભોજન નહીં પીરસવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં હિન્દુ અને શીખ પ્રવાસીઓ દ્વારા આ અંગે ઘણા વખતથી માગણી કરવામાં આવી હતી હતી.
🚨 BIG NEWS FOR HINDUS.
AirIndia will no longer serving ‘Halal’ certified meals to Hindus & Sikhs anymore. pic.twitter.com/rhePsaKs32
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 11, 2024
એર ઈન્ડિયાના એક ઈન્ટર્નલ સર્ક્યુલરને ટાંકીને સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, એર ઈન્ડિયા હિન્દુઓ તેમજ શીખોને હવેથી “હલાલ” સર્ટિફાઈડ ભોજન નહીં પીરસે.
દેશની અગ્રણી એરલાઈન દ્વારા આ અંગેના એક પરિપત્રમાં જણાવ્યા અનુસાર MOML સર્ટિફાઈડ મીલને સ્પેશિયલ કેટેગરીમાં સમાવવાાં આવશે અને હલાલ સર્ટિફિકેટ ધરાવતું ભોજન જેદ્દાહ, દમ્મામ, રિયાધ, મદીના સેક્ટરોમાં પૂરું પાડવામાં આવશે.
Big Win for Hindus! #AirIndia pic.twitter.com/P4fi1g6Cex
— The Jaipur Dialogues (@JaipurDialogues) November 11, 2024
એર ઈન્ડિયાના આ નિર્ણયને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ વધાવી લીધો છે. સમાચાર એજન્સી દ્વારા આ અંગે કરવામાં આ અંગેના ટ્વિટમાં અગણિત લોકો રાહત અને આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ આવા નિર્ણય માટે એર ઈન્ડિયાનો આભાર પણ માની રહ્યા છે.
આ પણ વાંચોઃ Tulsi Vivah: શા માટે ભગવાન વિષ્ણુએ તુલસી સાથે કર્યા હતા લગ્ન ? જાણો કારણ સાથે તુલસી વિવાહનું મહત્વ

