Devuthi Ekadashi 2024

Devuthi Ekadashi 2024: આવતી કાલે દેવઉઠી અગિયારસ, ફરી શરુ થશે લગ્ન પ્રસંગો- જાણો શુભ મુહૂર્ત

ધર્મ ડેસ્ક, 11 નવેમ્બરઃ Devuthi Ekadashi 2024: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેવઉઠી એકાદશીનું ઘણું મહત્વ છે અને આ વર્ષે દેવઉઠી એકાદશીનું વ્રત 12મી નવેમ્બરે એટલે કે આવતીકાલે છે. માન્યતા અનુસાર આ દિવસે વિષ્ણુ ભગવાન ચાર મહિના સુધી ઊંઘ્યા બાદ જાગે છે. આ ચાર મહિનામાં ભગવાન વિષ્ણુના દેવ શયનને કારણે કોઈ શુભ કાર્યો નથી થતાં અને અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુના જાગ્યા બાદ શુભ કાર્યો ફરી શરૂ થાય છે.

યોગ નિદ્રાના ચાર મહિના પછી દેવઉઠી એકાદશી પર ભગવાન વિષ્ણુ જાગે છે અને લગ્ન જેવા શુભ કાર્યો ફરી શરૂ થાય છે. આ દિવસે તુલસી-શાલિગ્રામ વિવાહ સાથે ફરી લગ્નની શરૂઆત થશે. એવામાં એ જાણીએ કે વર્ષ 2024 ના બાકીના બે મહિના નવેમ્બર અને ડિસેમ્બર અને વર્ષ 2025માં લગ્ન માટે કેટલા શુભ મુહૂર્ત છે.

આ પણ વાંચોઃ Bank Recruitment 2024: યૂનિયન બેંક ઓફ ઈન્ડિયામાં બંપર ભરતીઓની થઇ જાહેરાત, આ છે છેલ્લી તારીખ- વાંચો સંપૂર્ણ વિગત

નવેમ્બરમાં દેવઉઠી એકાદશી પછી 12, 13, 16, 17, 18, 22, 23, 25, 26, 28 અને 29 તારીખના દિવસો લગ્ન માટે ખૂબ જ શુભ રહેશે. એ બાદ ડિસેમ્બર મહિનામાં લગ્ન માટે તારીખ 4, 5, 9, 10, 14, 15ના દિવસો શુભ રહેશે.એ બાદ કમુરતા શરૂ થશે અને 14 જાન્યુઆરી 2025 સુધી રહેશે. કમુરતામા કોઈ પણ સારુ કામ કરવાની મનાઈ કરવામા આવે છે.

જાન્યુઆરીમાં તારીખ 16, 17,18,19, 20, 21, 23, 24, 26, 27ના દિવસો શુભ રહેશે. ફેબ્રુઆરી માસમાં સૌથી વધારે મુહૂર્ત છે, જેમાં તારીખ 3,4,6,7, 12 થી 17 અને 20 થી 23 અને 25 ફેબ્રુઆરી સુધીના મુહૂર્ત છે. માર્ચ મહિનામાં તારીખ 1, 2, 6, 7 અને 12 માર્ચના દિવસો શુભ રહેશે.

એપ્રિલ મહિનામાં 14, 16, 18, 19, 20, 21, 25, 29 અને 30 તારીખ તો, મે મહિનામાં 1, 5, 6, 8, 10 , 14, 15થી18, 22 થી 24, 27 અને 28 તારીખ શુભ રહેશે. અંતે જૂન 2025માં 2, 4, 5, 7, 8 તારીખના દિવસો લગ્ન માટે ખૂબ જ શુભ રહેશે.

આ પણ વાંચોઃ Health Tips: ચા સાથે ભૂલીથી પણ નાસ્તામાં આ વસ્તુઓનો સેવન ન કરવું…! વાંચો આ કામની વાત