અમદાવાદ, 18 ઓક્ટોબરઃ Fire in running BRTS: ભાડાજથી નરોડા જતી BRTS બસમાં કાલુપુર પાસે આગ લાગવાની ઘટના બની છે. ચાલુ બસમાં આગ લાગતા ડ્રાઇવરે બસને ઉભી રાખીને અંદર બેઠેલા તમામ પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા. જે બાદ ડ્રાઇવરે એક્સ્ટિંગ્વિશરની મદદથી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
અમદાવાદની ઘટના:
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પાસે BRTS બસમાં આગ લાગી! #Ahmedabad #Gujarat pic.twitter.com/6w6HwUQoAg
— Sagar Patoliya (@kathiyawadiii) October 18, 2024
આ અંગે મળતી માહિતી પ્રમાણે, પ્રેમ દરવાજાથી કાલુપુર તરફ જતી વખતે BRTS બસ સમયે બસમાં પાછળના ભાગે સ્પાર્ક થતા આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
ધુમાડો નીકળતા બસની અંદરના 10 જેટલા પેસેન્જરને ડ્રાઇવર દ્વારા બહાર કાઢી લેવાયા હતા. ડ્રાઈવરે ફાયર એક્સ્ટિંગ્વિશરની મદદથી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. સદનસીબે, પેસેન્જરને કોઈ જાનહાનિ થઈ નથી.

