Gujarat ST

GSRTC Run Extra Buses: દિવાળીમાં આ તારીખો દરમિયાન એસટી વિભાગ એક્સ્ટ્રા બસો દોડાવશે- અગાઉથી કરાવી લો બુકિંગ

અમદાવાદ, 16 ઓક્ટોબરઃ GSRTC Run Extra Buses: દિવાળીને ગણતરીના દિવસો બાકી છે તેવામાં રાજ્ય સરકાર તરફથી દિવાળીમાં પોતાના વતને જતા લોકો માટે ખાસ સુવિધા કરવામાં આવી છે. દિવાળીને ધ્યાનમાં લઈને એસ.ટી નિમગ દ્વારા તહેવારોને ધ્યાનમાં લઈને વતન જવા તારીખ 26 થી 30 ઓક્ટોબર દરમિયાન સુરતથી 2200 વધુ બસ દોડાવવામાં આવશે.

સુરત સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વાહનવ્યવાહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, છેવાડાના માનવી સુધી એસ.ટી બસની કનેક્ટિવિટી મળી રહે તે માટે રાજ્ય સરકારે જાહેર પરિવહનની સુવિધામાં વધારવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Textile Policy 2024: CM ભુપેન્દ્ર પટેલે ગુજરાત ટેક્સટાઈલ પોલીસી – 2024ને કરી લોન્ચ, જાણો ખાસિયત સહિત અન્ય વિગત

દિવાળીના દિવસોમાં સુરતમાંથી પોતાના વતન સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત, દાહોદ, પંચમહાલ સહિત અન્ય જિલ્લા તેમજ મહારાષ્ટ્રમાં હજારોની સંખ્યામાં લોકો જતાં હોય છે. જેને ધ્યાનમાં લઈને તારીખ 26 થી 30 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ 2200 થી વધુ બસો દોડાવવામાં આવશે. આ સાથે માગ મુજબ વધુ બસો ફાળવવા પણ તંત્ર તૈયાર છે.

મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે ઉધન બસ સ્ટેશનથી વધારાની બસ નવાપુર, નંદુરબાર, ધુલિયા, શહદા માટે મૂકાશે. જેનું અત્યારથી જ એક્ટ્રા બસોનું ગ્રુપ બુકિંગ એસ.ટી સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત તેમજ અડાજણ બસ પોર્ટ ખાતે આવેલી સુરત સિટી ડેપોથી કરી શકાશે. આ સિવાય એડવાન્સ બુકિંગ માટે www.gsrtc.in ઉપરથી પમ ઓનલાઈન ટિકિટ બુક કરી શકાશે. આ સિવાય ટ્રાફિકને ધ્યાનમાં રાખી ધ્યાને લઇ તા. 31 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી વડોદરા, અમદાવાદની વધારાની બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટોપથી ઉપડશે.

આ પણ વાંચોઃ Communal Violence: માત્ર ઉત્તરપ્રદેશ સહિત આ રાજ્યોમાં કોમી હિંસાનો તણાવ, જાણો ક્યા કેવો છે માહોલ?