Gujarat Textile Policy 2024

Gujarat Textile Policy 2024: CM ભુપેન્દ્ર પટેલે ગુજરાત ટેક્સટાઈલ પોલીસી – 2024ને કરી લોન્ચ, જાણો ખાસિયત સહિત અન્ય વિગત

ગાંધીનગર, 15 ઓક્ટોબરઃ Gujarat Textile Policy 2024: સરકારે ગુજરાત ટેક્સટાઈલ પોલીસી – 2024ને લોન્ચ કરી છે. નવી ટેક્સટાઈલ પોલીસીને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી છે. વર્ષ 2019માં ગુજરાત સરકારે ટેક્સટાઈલ પોલીસીની જાહેરાત કરી હતી. જૂની ટેક્સટાઈલ પોલીસી લેપ્સ થતા નવી પોલીસીની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Communal Violence: માત્ર ઉત્તરપ્રદેશ સહિત આ રાજ્યોમાં કોમી હિંસાનો તણાવ, જાણો ક્યા કેવો છે માહોલ?

પોલિસીની જાહેરાત બાદ મુખ્ય પ્રદાન ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા જણાવ્યુ કે સરકારે ટેક્સટાઈલ ઉદ્યોગના દરેત સેગમેન્ટનું વિશ્લેષણ કર્યું છે. ટેક્સટાઈલ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાના આશય સાથે નવી પોલિસી જાહેર કરી છે. રોજગારીની તકો વધે, મહિલા સશક્તિકરણનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. 31 ડિસેમ્બર-2023એ જૂની ટેક્સટાઈલ પોલિસી લેપ્સ થઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, 2019ની પોલિસીમાં કેપિટલ સબસિડીની જોગવાઈ ન હતી. વ્યાજ પર અને પાવર પર સબસિડી આપવામાં આવી હતી. 6 ટકા ઈન્ટરેસ્ટ સબસિડી વાર્ષિક 20 કરોડની કેપ સાથે નવા રોકાણ પર ઉદ્યોગકારોને 2થી 3 રૂપિયા પાવર સબસિડી આપી હતી. પ્લાન્ટ મશીનરીનું 25 ટકાથી વધુના એક્સાપન્શન પર જ સબસિડી આપવામાં આવતી હતી. એનર્જી વોટર ઓડિટમાં 50 ટકા લેખે 1 લાખ સુધીની સબસિડી. જ્યારે નાની મશીનરીઓની ખરીદી પર 20 ટકા લેખે 30 લાખ સુધીની સબસિડી આપવામાં આવતી હતી.

આ પણ વાંચોઃ Toll Tax Free: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા એકનાથ શિંદે લીધો મોટો નિર્ણય, મુંબઈમાં પ્રવેશ પરનો ટોલ ટેક્સ કર્યો નાબૂદ