UPI Lite

UPI lite Update: RBI ગવર્નરે UPI ટ્રાન્ઝેક્શનને લઇ આપ્યુ મોટુ અપડેટ, ડિજિટલ પેમેન્ટ થશે વધુ સરળ- વાંચો વિગત

બિઝનેસ ડેસ્ક, 10 ઓક્ટોબરઃ UPI lite Update: રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ મોનેટરી પોલિસીની બેઠકમાં UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારવાની જાહેરાત કરી છે. RBIએ UPI Lite પર ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારી રૂ. 1000 અને UPI 123Pay ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારી રૂ. 10000 કરી છે.

RBI ગવર્નરે જણાવ્યું હતું કે, ભારતના ડિજિટલ ફાઇનાન્સિયલ લેન્ડસ્કેપમાં UPI મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. જેને વધુ સરળ અને ઇન્ક્લુઝિવ બનાવવા સતત ઇનોવેશન થઈ રહ્યા છે. UPI લાઇટ પર પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. 500થી વધારી રૂ. 1000 અને UPI 123 પેની પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. 5000થી વધારી રૂ. 10000 કરવામાં આવી છે. જેથી લોકો સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરી શકશે.

આ પણ વાંચોઃ Mandvi Girl Rape case: સુરતના માંડવીમાં 14 વર્ષિય કિશોરી સાથે દુષ્કર્મ આચર્યુ, સગીરા ગર્ભવતી થતા સમગ્ર ઘટના સામે આવી!

ઉલ્લેખનીય છે કે, UPI પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદામાં વધારો કરવાની સાથે UPI લાઇટની વોલેટ લિમિટ પણ વધારવામાં આવી છે. હવે UPI લાઇટ વોલેટમાં રૂ.5000 સુધીનું બેલેન્સ રાખી શકાશે. જે હાલ રૂ. 2000 હતું.

આ રીતે કામ કરે છે UPI123 પે
માર્ચ, 2022માં ફીચર-ફોન યુઝર્સ માટે UPIનો ઉપયોગ શક્ય બનાવતા UPI 123 લોન્ચ કરવામાં આવ્યું હતું. જે હવે 12 પ્રાદેશિક ભાષામાં ઉપલબ્ધ છે. જેમાં હાલ પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂ. 5000 હતી. જે વધારી રૂ. 10000 કરવામાં આવી છે. જેમાં આઈવીઆર નંબર, મિસ્ડ કોલ પે અને OEM આધારિત પેમેન્ટ કરી શકાય છે. આ સિવાય સાઉન્ડ ટૅક્નોલૉજીની મદદથી પણ પેમેન્ટ થાય છે. UPI લાઇટ એ ઓફલાઇન ડિજિટલ પેમેન્ટ સુવિધા આપતું માધ્યમ છે. જેમાં PIN વિના ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.

આ પણ વાંચોઃ Ratan Tata Passed Away: ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, ગીધોને નહીં અપાય તેમનો પાર્થિવ દેહ- આ રીતે પારસીઓ થાય છે અંતિમ સંસ્કાર!