Ratan Tata Passed Away

Ratan Tata Passed Away: ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, ગીધોને નહીં અપાય તેમનો પાર્થિવ દેહ- આ રીતે પારસીઓમાં થાય છે અંતિમ સંસ્કાર!

મુંબઇ, 10 ઓક્ટોબરઃ Ratan Tata Passed Away: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતનટાટનું 86 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે, તેમને મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ પહેલા ગયા સોમવારે રતન ટાટાની તબિયત ખરાબ હોવાના અહેવાલો આવ્યા હતા.

કહેવાય છે કે રતન ટાટા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. તમને જણાવી દઈએ કે રતન ટાટાએ માર્ચ 1991થી ડિસેમ્બર 2012 સુધી ટાટા સન્સના ચેરમેન તરીકે ટાટા ગ્રુપનું નેતૃત્વ કર્યું હતું.

રતન ટાટાના નિધન પર અનેક મોટા નેતાઓ, ઉદ્યોગ જગતની હસ્તીઓ, ફિલ્મ જગતના લોકો, રમત જગતના લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પહોંચ્યા છે. ત્યારે તેમના પાર્થિવ દેહના રાજકિય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. જોકે, પારસી સમાજમાં મૃતદેહને અંગ્ની સંસ્કાર કે દફન કરવામાં આવતા નથી.

આ પણ વાંચોઃ Delhi CM Residence Sealed: દિલ્હીના મુખ્યમંત્રી આતિશીનું ઘર કરાયું સીલ, જાણો શું છે સમગ્ર મામલો?

પારસી એ ભારતના સમૃદ્ધ સમુદાયોમાંનો એક સમુદાય છે, જેઓ ભગવાન અહુરા મઝદામાં માને છે. આચાર્ય ગુરમીત સિંહજીએ જણાવ્યું હતું કે, પારસી સમુદાયમાં મૃતકોના અંતિમ સંસ્કાર કેવી રીતે અને ક્યાં કરવામાં આવે છે.

India's Parsis search for new funeral arrangements as there are not enough vultures to dispose of bodies | The Independent | The Independent

પારસીઓના સ્મશાન અથવા કબ્રસ્તાનને દખ્મા અથવા ‘ટાવર ઓફ સાયલન્સ’ કહેવામાં આવે છે. તે ગોળાકાર અને હોલો આકારની ઇમારત જેવું હોય છે, જે ઊંચાઈ પર બનેલું હોય છે. પારસી લોકો આ ઇમારતમાં મૃતકની લાશ રાખે છે. આ પછી તેઓ ન તો મૃતદેહને દફનાવે છે અને ન સળગાવે છે. તેના બદલે, અહીં ગરુડ, ગીધ, કાગડા અને અન્ય પક્ષીઓ મૃત શરીરને ખોરાકની જેમ ખાય છે. પારસીઓ મૃતદેહને પક્ષીઓના ખોરાક તરીકે છોડી દે છે. છેલ્લા ત્રણ હજાર વર્ષથી દોખ્મેનાશિની પરંપરાનું પાલન કરવામાં આવે છે. દોખ્મેનાશિની પરંપરા અનુસાર, કરવામાં આવતી અંતિમ વિધિમાં ગીધ મૃતકના મૃતદેહને ખાય છે.

What is the rite of burial of Parsi community - Mook Badhir Mandal

આ પણ વાંચોઃ Salary Increased: તબીબી પ્રાધ્યાપકોના માસિક વેતનમાં 30 થી 50 ટકા સુધીનો વધારો, રાજ્ય શિક્ષણમંત્રીએ કરી જાહેરાત

ઉલ્લેખનીય છે કે, પારસીઓ પૃથ્વી, પાણી અને અગ્નિ તત્ત્વોને પવિત્ર માને છે. એટલા માટે તેઓ મૃતદેહને બાળતા નથી, દફનાવતા નથી અથવા જળ સમાધિ પણ આપતા નથી, કારણ કે આ પૃથ્વીથી જળ અને અગ્નિ અપવિત્ર બને છે. તેથી જ આ લોકો મૃત શરીરને ઊંચા ટાવર (‘ટાવર ઓફ સાયલન્સ’) પર રાખે છે અને તેને આકાશમાં સોંપે છે, જ્યાં ગીધ અને ગરુડ જેવા પક્ષીઓ તેને ખાય છે.

આ પહેલા ગયા સોમવારે રતન ટાટાની તબિયત ખરાબ હોવાના અહેવાલો આવ્યા હતા. કહેવાય છે કે રતન ટાટા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, આ સમાચારોને અફવા ગણાવતા રતન ટાટાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું હતું કે આ દાવાઓ પાયાવિહોણા છે. ઉંમર સંબંધિત બિમારીઓને કારણે હાલમાં હું મેડિકલ ચેકઅપ કરાવી રહ્યો છું. ચિંતા કરવાની કોઈ વાત નથી. હું બરોબર છું.