નવી દિલ્હી, 10 ઓક્ટોબરઃ Delhi CM Residence Sealed: દિલ્હીમાં ફરી એકવાર મોટો રાજકીય ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે. કારણ કે, PWDએ 6 ફ્લેગ સ્ટાફ રોડ સ્થિત મુખ્યમંત્રી આવાસને સીલ કરી દીધું છે. તેના ગેટ પર વિભાગે ડબલ લૉક લગાવી દીધો છે.
અરવિંદ કેજરીવાલ દ્વારા મુખ્યમંત્રી પદથી રાજીનામું અપાયા બાદ આ સરકારી આવાસને ખાલી કરાયું હતું. ત્યારે આતિશી મુખ્યમંત્રી બન્યા બાદ તેમા શિફ્ટ થયા હતા. આવાસને ખાલી કરાવવા અને હેન્ડઓવરને લઈને વિવાદ છે, ત્યાર બાદ PWDએ કાર્યવાહી કરી છે.
#WATCH | Delhi Chief Minister Atishi at her private residence with her belongings after the Chief Minister’s residence was sealed, says CMO.
CM Atishi is seen signing a file amidst packed luggage. These are the items that were taken out from the CM residence yesterday
(Source:… pic.twitter.com/r8FEjInOEC
— ANI (@ANI) October 10, 2024
આ સિવાય દિલ્હીના વિજિલેન્સ ડિપાર્ટમેન્ટમાં PWDના બે સેક્શન ઓફિસર અને અરવિંદ કેજરીવાલના પૂર્વ સ્પેશિયલ સેક્રેટરીને નિયમથી હેન્ડઓવર લેવા માટે કારણ બતાઓ નોટિસ જાહેર કરાઈ છે.
PWDની કાર્યવાહી બાદ આમ આદમી પાર્ટીએ ઉપરાજ્યપાલ પર આરોપ લગાવ્યા. પાર્ટીએ કહ્યું કે, ઉપરાજ્યપાલના નિર્દેશ પર મુખ્યમંત્રી આતિશીનો તમામ સામાન મુખ્યમંત્રી આવાસથી બહાર કરી દેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પણ આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે, પ્રોટોકોલનું ઉલ્લંઘન કરતા અધિકારી ભાજપના પ્રેશરના કારણે 6, ફ્લેગસ્ટાફ રોડ સ્થિત બંગલો દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને સોંપી નથી રહ્યા. જોકે, કેજરીવાલે આ બંગલો ખાલી કરી દીધો છે.

