ગાંધીનગર, 09 ઓક્ટોબરઃ Salary Increased: ગુજરાતમાં શિક્ષકો અવાર-નવાર ભરતી અને પગારને લઈને આંદોલન કરતાં હોય છે. ત્યારે શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા તબીબી પ્રાધ્યાપકોના પગારને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યની સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં ફરજ કરાર આધારિત વર્ગ-1 અને વર્ગ-2 ના તબીબી પ્રાધ્યાપકોને માસિક વેતનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જીના નેતૃત્વ હેઠળ તબીબી શિક્ષકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરીને રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલમાં ફરજરત કરાર આધારિત વર્ગ-૧ અને વર્ગ-૨ના તબીબી શિક્ષકોને અપાતા માસિક વેતનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
શ્રેષ્ઠ આરોગ્ય સેવા… pic.twitter.com/JM43lMO5R1
— Rushikesh Patel (@irushikeshpatel) October 9, 2024
શ્રેષ્ઠ આરોગ્ય સેવા અને ગુણવત્તાયુક્ત મેડિકલ શિક્ષણના હેતુથી લેવાયેલા આ નિર્ણય હેઠળ કરાર આધારિત તબીબી પ્રાધ્યાપકોના માસિક વેતનમાં 30 થી 50 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ઋષિકેશ પટેલ દ્વારા X પર પોસ્ટ કરી આ વિશે જાણકારી આપવામાં આવી છે.
જેમાં વર્ગ 1 ના પ્રોફેસરનો પગાર 1,84,000 થી વધારીને 2,50,000 કરવામાં આવ્યો છે. વર્ગ 1 ના સહ પ્રાધ્યાપકનો પગાર 1,67,500 થી વધારીને 2,20,000 કરવામાં આવ્યો છે. વર્ગ-1 ના મદદનીશ પ્રાધ્યાપકનો પગાર 89,400 થી વધારીને 1,38,000 કરવામાં આવ્યો છે. આ સાથે જ વર્ગ-2 ના ટ્યુટરનું વેતન 69,300થી વધારીને 1,05,000 કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Yami Gautam Emotional: યામી ગૌતમના પિતાને મળ્યો નેશનલ એવોર્ડ, અભિનેત્રી ભાવુક પોસ્ટ કરી શેર- વાંચો વિગત

