Gangrape

Borasara Rape Case: સુરતમાં સગીરા પર બળાત્કાર કરી અર્ધનગ્ન હાલતમાં ફેંકી, પોલીસે ત્રણેય નરાધમ ઝડપી પાડ્યા- વાંચો વિગત

સુરત, 09 ઓક્ટોબરઃ Borasara Rape Case: વડોદરાના ભાયલી બાદ હવે સુરતના મોટા બોરસરાંમાં હવસખોરોએ વડોદરાવાળી પેટર્નમાં સામૂહિક દુષ્કર્મ આચર્યું છે. દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાના મિત્રએ ગ્રામજનોને જાણ કરતાં સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. પરંતુ ગુજરાતના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. મહિલા સુરક્ષાના લીરેલીરાં ઉડી ગયા છે.

આ પણ વાંચોઃ Yami Gautam Emotional: યામી ગૌતમના પિતાને મળ્યો નેશનલ એવોર્ડ, અભિનેત્રી ભાવુક પોસ્ટ કરી શેર- વાંચો વિગત

સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરાં ગામે મંગળવારે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે બોરસરાંની સીમમાં બેઠી હતી. ત્યારે અચાક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. બાદમાં, દુષ્કર્મના આરોપીએ મહિલાના મિત્રને માર મારી ત્યાંથી ભગાડી મૂક્યો હતો અને મોબાઇલ સુદ્ધાં ઝૂંટવી લીધો હતો. જેથી તે કોઇનો સંપર્ક કરી શકે નહી. વાત અહીં જ અટકી ન હતી ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા.

સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લીધી છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફંફોળવાનું શરૂ કરી દીધું હતું. જોકે ગણતરીના કલાકોમાં પોલીસે સામૂહિક દુષ્કર્મના ત્રણેય પરપ્રાંતીય આરોપીને દબોચી લીધા છે. પોલીસે સગીરાના મિત્રને સાથે રાખીને ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે. તેમજ FSLની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ J&K Election Results: જમ્મુ કાશ્મીર ચૂંટણીમાં કોંગ્રેસ-NCનો વિજય, પણ ભાજપે આ ગંઠબંધનને આપી ટક્કર- 25.66 ટકા બીજેપીને વોટ મળ્યા