Gangrape

Attempted Molestation Case: દાહોદ અને વડોદરા બાદ આણંદમાં 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ કરાયો- વાંચો વિગત

આણંદ, 07 ઓક્ટોબરઃ Attempted Molestation Case: દાહોદ, સુરેન્દ્રનગર, વડોદરા, મહેસાણા અને સુરતના માંડવીમાં દુષ્કર્મની ઘટનાની હજુ શાહી સૂકાઈ નથી. ત્યારે આણંદમાં સામૂહિક દુષ્કર્મનો પ્રયાસ કરાયો હોવાની ઘટના બની છે. આરોપીઓએ સગીરાને નશો કરાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.જો કે, સગીરાએ બૂમાબૂમ કરતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Coal Mine Explosion: પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ થતાં 7 શ્રમિકોના મોત નિપજ્યા, વાંચો વિગત

સગીરાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, આણંદનાં બેડવા ખડીપુરા પ્રાથમિક શાળામાં મોડી રાત્રે 16 વર્ષની સગીરા સાથે ગામના ત્રણ યુવકોએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. સગીરાને નશો કરાવી દુષ્કર્મનો પ્રયાસ કરાયો હતો. પરંતુ સગીરાએ બૂમાબૂમ કરતા ત્રણેય નરાધમો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ મામલે સગીરાએ સમગ્ર ઘટનાની જાણ ઘરે કરતાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સગીરાને મેડિકલ તપાસ માટે વડોદરા ખસેડાઈ છે.

આ પણ વાંચોઃ Vadodra Gangrape Case: વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, જાણો શું છે સંપૂર્ણ મામલો?