Crime

Vadodra Gangrape Case: વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, જાણો શું છે સંપૂર્ણ મામલો?

વડોદરા, 07 ઓક્ટોબરઃ Vadodra Gangrape Case: નવરાત્રિના પાવન પર્વ પર વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ભાયલી ગામની સીમમાં અવાવરું જગ્યાએ ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જો કે, આ અંગે હજુ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી નથી.

ભાયલી દુષ્કર્મ કેસના આરોપીઓને પકડવા માટે પોલીસે ભારે મહેનત કરી હતી. આરોપીને શોધવા માટે 200થી વધુ પોલીસકર્મીઓ શોધખોળ અભિયાનમાં જોડાયા છે. આ પોલીસ જવાનો તથા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 45 કિ.મી સુધીના 1100થી વધુ સીસીટીવી ચેક કરીને આ દુષ્કર્મ કેસના 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. દુષ્કર્મની ઘટનામાં ત્રણ કિમી વિસ્તારના 1 હજાર ઘરોમા પોલીસે તલાશી લીધી હતી.

આ પણ વાંચોઃ Bus Accident: ભરૂચના કારેલીથી વિદ્યાર્થીઓને જંબુસર જઈ રહેલી બસને અકસ્માત નડ્યો, 15 વિદ્યાર્થીઓ ઘાયલ- વાંચો વિગત

દુષ્કર્મ કેસના આરોપી અલ્તાફ બંજારા, શાહરુખ ઇસ્માઇલ બંજારા અને મુન્ના અબ્બાસ બંજારાની મેડિકલ તપાસ માટે પોલીસ તેમને વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઇ ગઇ હતી. આ દરમિયાન આરોપીને સ્ટ્રેચર પર લઇ જવામાં આવ્યા હતા. મેડિકલ તપાસ બાદ પોલીસે કડક પૂછપરછ હાથ ધરી છે. દુષ્કર્મ આચર્યા બાદ ક્યાં ફરાર થઇ ગયા, તેઓ એકબીજા સંપર્ક કેવી રીતે આવ્યા, આ ગુનામાં બીજું સંડોવાયેલું છે કેમે તે અંગેના તમામ પ્રશ્નોના જવાબ શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર નજીક આવેલા ભાયલી ગામની સીમમાં એક અવાવરું જગ્યાના રોડ પર ડિવાઇડર પાસે સ્કૂટર પાર્ક કરીને સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. તે સમયે ત્યાંથી પસારે થયેલા આરોપીઓ ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થિની સાથે સામુહિક દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ Jaishankar Will Visit Pakistan: SCO સમિટ માટે પાકિસ્તાનના મહેમાન બનશે ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર- વાંચો વિગત