નવી દિલ્હી, 30 સપ્ટેમ્બરઃ Helene Cyclone: અમેરિકામાં શુક્રવારે (27 સપ્ટેમ્બર) આવેલા વાવાઝોડાં હેલેને ફ્લોરિડા અને દક્ષિણ પૂર્વ અમેરિકામાં ભારે વિનાશ વેર્યો છે. વાવાઝોડાંના કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક વધીને 60 પર પહોંચી ગયો છે. સૌથી વધુ દક્ષિણ કેરોલિનામાં 24 લોકોના મોત થયા છે. તીવ્ર ગતિએ ફૂંકાતા પવનમાં અનેક મકાનો તૂટી પડ્યા છે. બીજી બાજુ બચાવ કર્મચારીઓએ પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરી હતી.
These are photos taken by my daughter’s boyfriend at his work of his car in East Tennessee.
Eight of his co-workers did not get out safely. Six were rescued, but 2 are missing.
Please continue to pray.More than 60 dead from Helene in Southeast, millions still without power… pic.twitter.com/7P1D9hhfvT
— JMcMillon (@jackie_mcmillon) September 29, 2024
દક્ષિણ અમેરિકામાં ભારે પવન અને ધોધમાર વરસાદ પડ્યા બાદ ભારે વિનાશ થયો છે અને હવે તંત્ર દ્વારા સફાઈ અભિયાન શરૂ કરી દેવાયું છે. વાવાઝોડા હેલેસના કારણે ઉદભવેલી તોફાની લહેરોના કારણે અનેક જગ્યાએ વીજળી પણ જતી રહી છે.
વાવાઝોડું એટલું તિવ્ર હતું કે, તેમાં અનેક સડકો અને બ્રિજો તૂટી ગયા છે. દક્ષિણ કેરોલિના, ફ્લોરિડા, જ્યોર્જિયા સહિત અનેક વિસ્તારમાં મોટાપાયે નુકસાન થયું છે. ઉત્તરના સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ વાવાઝોડામાં ઓછામાં ઓછા 60 લોકોના મોત થયા છે, જેમાં જ્યોર્જિયામાં બાળકો સહિત 17 લોકોના મોત થયા છે. મૂડીસના વિશ્લેષકો મુજબ વાવાઝોડાંના કારણે 15 અબજ યુએસ ડોલરથી 26 અબજ યુએસ ડોલર સુધીનું નુકસાન થયું હોવાની આશંકા છે.
HURRICANE HELENE AFTERMATH ⚠️ ♥️
VIDEO 1: 🎥gregdeeweather
The surge from Hurricane Helene devastated parts of Sarasota.VIDEO 2: 🎥abc7chicago
With at least 25 killed in South Carolina, Helene is the deadliest tropical cyclone for the state since Hurricane Hugo in 1989.VIDEO… pic.twitter.com/Ywa61nfPVb
— Kristy Tallman (@KristyTallman) September 29, 2024
નોંધનીય છે કે, કેટેગરી-4નું ચક્રવાતી વાવાઝોડું હેલેન શુક્રવારે (27 સપ્ટેમ્બરે) પસાર થતાં ફ્લોરિડા, જ્યોર્જિયા, ઉત્તર કેરોલિના, દક્ષિણ કેરોલિના તથા વર્જિનિયામાં ઉત્તર-પૂર્વ ટેનેસી સુધી અનેક મકાનો તૂટી ગયા હતા. અહીં અત્યંત જોખમી બચાવ અભિયાન હાથ ધરતા યુનિકોઈ કાઉન્ટી હોસ્પિટલની છત પરથી હેલિકોપ્ટર દ્વારા 54 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ન્યૂપોર્ટ, ટેનેસી જેવા શહેરોમાંથી પણ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ચક્રવાતી વાવાઝોડું નેશ કાઉન્ટી, ઉત્તર કેરોલિના સહિત કેટલાક વિસ્તારોમાં ત્રાટક્યું હતું.
આ પણ વાંચોઃ Gujarat Rain Update: આજે ગુજરાતના 73 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા કેટલો વરસાદ નોંધાયો- વાંચો વિગત

