Shubman Gill Test Century

Shubman Gill Test Century: ફરી છવાયો શુભમન ગિલનો જાદુ, સદી ફટકારી સચિન-કોહલીના આ ક્લબમાં કરી એન્ટ્રી- વાંચો વિગત

સ્પોર્ટ્સ ડેસ્ક, 21 સપ્ટેમ્બરઃ Shubman Gill Test Century: બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાના ‘પ્રિન્સ’ શુભમન ગિલે મોટું કારનામું કર્યું છે. ગિલે બાંગ્લાદેશ સામે પોતાની 5મીં ટેસ્ટ સદી ફટકારીને 119 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેની આ ઈનિંગના દમ પર ભારતે બાંગ્લાદેશને જીત માટે 515 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ટીમ ઈન્ડિયાને આ સ્કોર સુધી પહોંચાડવામાં શુભમન ગિલની સાથે ઋષભ પંતે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પંતે પણ 109 રનની શાનવદાર ઈનિંગ રમી હતી.

આ પણ વાંચોઃ Miss india worldwide 2024: ગુજરાતી મૂળની ધ્રુવી પટેલે જીત્યો ‘મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024’ ખિતાબ, બોલિવુડમાં કામ કરવાની છે ઇચ્છા

એક સમયે જ્યારે ભારતે 67ના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે ગિલ અને પંતે ચોથી વિકેટ માટે 167 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળી. શુભમન ગિલની આ ટેસ્ટ ક્રિકેટમાં બેક ટુ બેક સદી છે. આ પહેલા ઈંગ્લેન્ડ સામે રમાયેલી સીરીઝની છેલ્લી ટેસ્ટમાં તેણે સદી ફટકારી હતી. ગિલે પોતાની આ ઈનિંગમાં 10 ચોગ્ગા અને 4 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 100 છગ્ગાનો આંકડો પણ પાર કરી લીધો છે.

ઉલ્લેખનીય છે કે, શુભમન ગિલની વર્ષ 2024માં આ ત્રીજી ટેસ્ટ સદી છે. તે આ વર્ષે ક્રિકેટમાં સૌથી લાંબા ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ આ વર્ષે 2-2 ટેસ્ટ સદી ફટકારી છે.

આ પણ વાંચોઃ Shradh Paksha: શું તમે જાણો છે કે શ્રાદ્ધ કર્મ કેમ કરવામાં આવે છે, અને તર્પણના અર્થ વિશે?- વાંચો વિગત