બોલિવુડ ડેસ્ક, 19 સપ્ટેમ્બરઃ National Cinema Day : જો તમે ફિલ્મ જોવાના શોખીન છો તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે તમે 99 રૂપિયામાં કોઈપણ ફિલ્મની ટિકિટ ખરીદી શકો છો. આ ઑફર હેઠળ તે PVR હોય કે સિનેપોલિસ બધા ઉપર તમને માત્ર 99 માં એ મૂવીની ટિકિટ મળશે. જે 300-400 રૂપિયામાં ઉપલબ્ધ હતી.
National Cinema Day returns for its 3rd edition on September 20th! Enjoy movies at over 4,000 screens across India for just Rs. 99. Don’t miss this perfect opportunity to catch your favorite films with your friends and family. #NationalCinemaDay2024 #20September pic.twitter.com/hEduoRbGtZ
— Multiplex Association Of India (@MAofIndia) September 17, 2024
20 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે લગભગ તમામ થિયેટર તેમના ગ્રાહકોને ટિકિટ બુકિંગ પર આ ઑફર આપશે. 99 રૂપિયામાં મૂવી ટિકિટ બુક કરવા માટે તમે BOOKMYSHOW, PVR સિનેમા, Paytm, INOX, CINEPOLIS, CARNIVALનો ઑનલાઇન ઉપયોગ કરી શકો છો. તમે આ પ્લેટફોર્મ્સ પર ઑફર્સ જોશો.
સૌથી પહેલા તમારે એપમાં જઈને તમારું લોકેશન સિલેક્ટ કરવાનું રહેશે. આ પછી ફિલ્મ પસંદ કરો અને તારીખમાં માત્ર 20 સપ્ટેમ્બર પસંદ કરો. આ પછી બુક ટિકિટ વિકલ્પ પર ક્લિક કરો (કિંમત રૂ. 99 દર્શાવે છે). હવે સીટ પસંદ કરો અને પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો. પેમેન્ટ કર્યા બાદ તમારી સીટ બુક થઈ જશે.
ઉલ્લેખનીય છે કે આ ઑફર PVR, INOX, CINEPOLIS, CARNIVAL, MIRAJ, CITY PRIDE, ASIAN, MUKTA A2, MOVIE TIME, WAVE, M2K, DELITE અને બીજી ઘણી મૂવી હોલ સ્ક્રીન પર ઉપલબ્ધ છે. જો કે આ થિયેટરોના નિયમો અને શરતો પર પણ નિર્ભર રહેશે.

