રિપોર્ટઃ પ્રશાંત ગજ્જર
વડોદરા, 12 સપ્ટેમ્બરઃ Vadodra: જીલ્લામાં સર્જાતી પુરની સ્થિતીની સમિક્ષા અંગે વડોદરા જીલ્લા વહીવટી તંત્ર સાથે દિલ્હીથી આવેલ કેન્દ્ર સરકારની ડિઝાસ્ટર ટીમના અધિકારીઓની બેઠક યોજાઈ. આ બેઠકમા જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ મ્યુનિસિપલ કમિશનર સહીત તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
વડોદરામાં આવેલ પૂરના કારણે ભારે વિવાદ તેમજ હોબાળો સર્જાયો છે. આ પૂરમાં લોકોને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ત્યારે આ બધા વચ્ચે આ પૂર કયા કારણોસર આવ્યું તે જાણવા માટે આજે દિલ્હીથી કેન્દ્ર સરકારની ડિઝાસ્ટર ટીમ વડોદરા આવી પહોંચી છે. જેમાં શહેર અને જિલ્લામાં આવેલા પૂરની આ ટિમ દ્વારા સમીક્ષા કરવામાં આવશે.
કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે કેન્દ્ર સરકારની ડિઝાસ્ટર ટીમ ની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં જિલ્લા કલેકટર બીજલ શાહ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી, ઢાઢર અને કાંસો થકી શહેરમાં ફરી વળેલ પાણીની ચર્ચા કરવામાં આવશે. સાથે જ આજવા સરોવર, પ્રતાપપુરા સરોવર અને વિશ્વામિત્રી અંગે કમિટી વિસ્તૃત માહિતી લેશે. આ બેઠક બાદ કોઈ નવીન નિર્ણય લેવામાં આવશે તેવી શક્યતા છે.

