Fire

Fire in Medical store: વડોદરાની મેડિકલ સ્ટોરમાં આગ લાગતા અફરા તફરી, 3 મહિનામાં આ બીજી વખત આગ લાગવાનો બનાવ બન્યો

રિપોર્ટઃ પ્રશાંત ગજ્જર

વડોદરા, 12 સપ્ટેમ્બરઃ Fire in Medical store: વડોદરામાં ફરી એકવાર મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. રાવપુરા વિસ્તારમાં એક દવાની દુકાનમાં મોડી રાત્રે અચાનક જ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લગતા દુકાનમાં રાખેલ દવાઓ સહિતનો માલ-સામાન બાળીને ખાખ થઇ જતા દુકાન માલિકને ભારે નુકશાન થયું છે.

આ પણ વાંચોઃ Sardar Sarovar Dam: નર્મદામાં 2,45,000 કયુસેક પાણી છોડતા તંત્ર દ્વારા નદીના કિનારે આવેલા 25 ગામોને કરાયા એલર્ટ- વાંચો વિગત

3 મહિનામાં આ બીજી વખત આગ લાગવાનો બનાવ બન્યો છે. થોડા દિવસ પહેલા રાવપુરા મેન રોડ પર આવેલી દુકાનમાં આગ લાગી હતી. અને હવે મોડી રાત્રે વધુ એકવખત આ જ વિસ્તારમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. મોડી રાત્રે રાવપુરા મેન રોડ ઉપર આવેલી એ-રોય નામની દવાની દુકાનમાં આગ લાગી હતી. મેડિકલ સ્ટોરમાં અગમ્ય કારણોસર આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગના પગલે મોટી સંખ્યામાં લોકો પણ દોડી આવ્યાં.

આ અંગે જાણ થતા ફાયર વિભાગની બે ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસોમાં જોતરાઈ ગઈ હતી. ભારે જેહમત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ આગ કાબૂમાં લીધી હતી. તો બીજી તરફ આગની જાણ થતા દુકાનના માલિક પણ રાત્રે દોડી આવ્યા હતા.

આ પણ વાંચોઃ Paris Paralympic 2024: પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ માટે કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત, વાંચો વિગત

જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલો નથી મળ્યા. પરંતુ આગમાં દુકાન બળીને ખાખ થઇ ગઈ છે. જેમાં દુકાનમાં રહેલ લાખોની દવાઓ અને માલ સમાન પણ સ્વાહા થઇ જતા દુકાન માલિકને ભારે નુકસાન થયું છે. આગ લાગવાનું કારણ સ્પષ્ટ નથી પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.