અમદાવાદ, 11 સપ્ટેમ્બરઃ Health Department:કચ્છના લખપત તાલુકામાં વરસાદ બાદ શંકાસ્પદ તાવથી ફક્ત છ દિવસમાં જ 15 લોકો મોતને ભેટ્યા છે. આ ઘટના સામે આવતાં જ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. તાવ, શરદી-ઉધરસ અને થોડા જ કલાકોમાં ન્યુમોનિયા, શ્વાસ લેવાની તકલીફ અને મલ્ટી ઓર્ગન ફેલ્યોર બાદ દર્દીનું મોત થઈ જાય છે.
કચ્છના અમુક વિસ્તારમાં થયેલ ઋતુજન્ય બીમારીઓ અને આરોગ્યની પ્રવર્તમાન સ્થિતિ સંદર્ભે પ્રભારી મંત્રી શ્રી પ્રફૂલભાઈ પાનશેરિયાની સહ ઉપસ્થિતિમાં ભૂજ ખાતે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, તમામ ધારાસભ્યશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓ સાથે વિગતવાર ચર્ચા કરી માહીતી મેળવી. pic.twitter.com/9pi3GaaM6h
— Rushikesh Patel (@irushikeshpatel) September 11, 2024
આ પણ વાંચોઃ Earthquakes Delhi NRC: દિલ્હી સહિત ઉત્તર ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા- વાંચો વિગત
હાલ મામલાની ગંભીરતાને જોતાં આરોગ્ય વિભાગે 25 જણની ટીમ કચ્છ મોકલી છે, જે સમગ્ર વિસ્તારમાં ડોર ટુ ડોર ફરી લોકોને નિદાન અને સારવારમાં સહકાર આપવા તેમજ આ બીમારીથી બચવા માટે શું કાળજી રાખવી તે અંગે માર્ગદર્શન આપે છે. આરોગ્ય વિભાગ દ્વારા અબરાડા તાલુકમાં દરેક શેરીઓમાં દવાનો છંટકાવ કરવાનું શરુ કરી દેવાયું છે.
ભુજ ખાતે જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્રના અન્ય અધિકારીશ્રીઓની સાથે આયોજિત બેઠકમાં RBSK ટીમ દ્વારા ચકાસણી, બીમારીના લક્ષણો ઓળખી સમયસર સારવાર આપવી, દવાઓના જથ્થાનું પ્રમાણ વધારવું અને વધારાનો મેડિકલ સ્ટાફ મુકવો, લાઈન ઓફ એક્શન, ઋતુજન્ય બીમારીઓના ફેલાવાની પરિસ્થિતિની પહોંચી વળવા યોગ્ય… pic.twitter.com/H82Ch1dkCG
— Rushikesh Patel (@irushikeshpatel) September 11, 2024
આ ભેદી બીમારીને લઈને મોતને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરીયા કચ્છ જવા રવાના થયા છે. જ્યાં, તેઓ બીમારી ગ્રસ્ત તાલુકો અબડાસા અને લખપતમાં શંકાસ્પદ તાવની પરિસ્થિતિ અંગે મુલાકાત કરશે અને કચ્છ જિલ્લાના વહીવટી તંત્ર સાથે પણ આરોગ્યની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરશે.
આ પણ વાંચોઃ Malaika’s father commits suicide: મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ છત પરથી કૂદી કરી આત્મહત્યા, પરિવાર શોકમાં

