Kedarnath Highway

Kedarnath Highway: કેદારનાથ નેશનલ હાઈવે પર ભૂસ્ખલનમાં તબાહી, અનેક મુસાફરો દટાયા તથા 5ના મોત નિપજ્યા

નવી દિલ્હી, 10 સપ્ટેમ્બરઃ Kedarnath Highway: ઉત્તરાખંડમાં કેદારનાથ હાઈવે તરીકે પ્રખ્યાત સોનપ્રયાગ-મુંકટિયા (રુદ્રપ્રયાગ) વચ્ચે ભૂસ્ખલન થયું છે. આ અકસ્માતમાં 5 મુસાફરોના મોત થયા છે અને 2 ઘાયલ થયા છે. જો કે, અન્ય ઘણા મુસાફરો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે જેમના માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક વહીવટીતંત્ર, NDRF અને SDRFની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.

આ પણ વાંચોઃ Rashmika Accident Post: એક્સિડન્ટ બાદ પુષ્પા ફેમ રશ્મિકા મંદાનાએ જાતે જ આપી હેલ્થ અપડેટ, વાંચો વિગત

માહિતી મળતાની સાથે જ SDRF, NDRF અને સેક્ટર મેજિસ્ટ્રેટ સોનપ્રયાગને તાત્કાલિક બચાવ માટે રવાના કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રેસ્ક્યુ ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઝડપી ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 5 મૃતકો અને 2 ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે સોનપ્રયાગ મોકલવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં કેદારનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચે મુંકટિયા નજીક ભૂસ્ખલન બાદ સૈનિકોની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂસ્ખલનની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ પણ વાંચોઃ Vadodara: વડોદરા શહેરમાં વધતી ગંદકીના કારણે ડેન્ગ્યુ-મલેરિયાના કેસમાં વધારો, સરકારી-ખાનગી દવાખાનામાં દર્દીઓની ભીડ- જુઓ વીડિયો