PM Modi Singapore Visit

PM Modi Singapore Visit: પીએમ મોદી બ્રુનેઇ બાદ સિંગાપોરની મુલાકાતે પહોંચ્યા, વડાપ્રધાને વગાડ્યુ ઢોલ- જુઓ વીડિયો

નવી દિલ્હી, 04 સપ્ટેમ્બરઃ PM Modi Singapore Visit: વડાપ્રધાન મોદી બ્રુનેઇ બાદ સિંગાપોરની મુલાકાતે પહોંચ્યા છે. આશરે છ વર્ષ પછી વડાપ્રધાન મોદી સિંગાપોરની મુલાકાતે છે. વડાપ્રધાનની આ મુલાકાત ભારતના ‘એક્ટ ઇસ્ટ પોલિસી’ માટે મહત્ત્વની છે. આ દરમિયાન ભારતીય મૂળના લોકો દ્વારા હોટલની બહાર તેમનો ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન પોતાની આ મુલાકાત દરમિયાન સિંગાપોરના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરી મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરશે. પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે સિંગાપોરમાં સરકાર બદલાઈ ગઈ છે અને લોરેન્સ વોંગે વડાપ્રધાન પદ સંભાળ્યું છે.

આ પણ વાંચોઃ Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિકમાં ભારતને અત્યાર સુધી ત્રણ ગોલ્ડ, સાત સિલ્વર અને 11 બ્રોન્ઝ મળ્યા- વાંચો વિગત

સિંગાપોર એશિયન દેશોમાં ભારતનો સૌથી મોટો અને વિશ્વમાં છઠ્ઠો સૌથી મોટો ટ્રેડ પાર્ટનર છે. વેપાર અને આયાત મુદ્દે વડાપ્રધાનની આ મુલાકાત ખૂબ જ મહત્ત્વની છે. ભારતમાં આયાત થતી વસ્તુઓમાં સિંગાપોરની મોટી ભાગીદારી રહી છે. સિંગાપોરની વૈશ્વિક સેમીકંડક્ટર ઇકો સિસ્ટમમાં મહત્ત્વની ભૂમિકા છે.

ભારત પણ આ ક્ષેત્રે સિંગાપોર સાથે મોટા પ્રમાણમાં વેપાર કરે છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ‘સાઉથ ચાઇના સી’ અને મ્યાનમાર જેવા ક્ષેત્રીય મુદ્દાઓ પણ ઉઠાવી શકે છે. આ ઉપરાંત તેઓ સિંગાપોરના બિઝનેસ લીડર્સ અને કેટલીક મોટી કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે.

આ પણ વાંચોઃ Jio Recharge Plan: રિલાયન્સ જિયો લાવ્યુ છે યૂઝર્સ માટે જબદસ્ત રિચાર્જ પ્લાન, સસ્તામાં મેળવી શકાશે 12 OTTની મજા

વડાપ્રધાન મોદી જ્યારે સિંગાપોરની હોટલમાં પહોંચ્યા ત્યારે ત્યાં હાજર ભારતીય મૂળના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતુ. આ સાથે ભારતીય મહિલાઓએ તેમને રાખડી બાંધી હતી. ભારતીય લોકોનો ઉત્સાહ જોઈ પીએમ મોદીએ ઢોલ વગાડ્યો અને લોકોને ઓટોગ્રાફ પણ આપ્યા હતા. આ ઉપરાંત લોકોએ ‘ગણપતિ બાપ્પા મોર્યા’ના નારા પણ લગાવ્યા હતા.