Paris Paralympics 2024

Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિકમાં ભારતને અત્યાર સુધી ત્રણ ગોલ્ડ, સાત સિલ્વર અને 11 બ્રોન્ઝ મળ્યા- વાંચો વિગત

સ્પોર્ટ્સ ડેસ્ક, 04 સપ્ટેમ્બરઃ Paris Paralympics 2024: પેરિસ પેરાલિમ્પિકસમાં ભારતીય એથ્લીટે સતત શાનદાર પ્રદર્શન કરી ઈતિહાસ રચી દીધો છે. આજે સચિન સરજેરાવ ખિલારીએ મેન્સ શોટ પુટ ઇવેન્ટમાં F46 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેની સાથે જ પેરિસ પેરાલિમ્પિક્સમાં ઐતિહાસિક રીતે ભારતે અત્યાર સુધીમાં 21 મેડલ જીતી લીધા છે.

આ પણ વાંચોઃ Jio Recharge Plan: રિલાયન્સ જિયો લાવ્યુ છે યૂઝર્સ માટે જબદસ્ત રિચાર્જ પ્લાન, સસ્તામાં મેળવી શકાશે 12 OTTની મજા

ફાઇનલ મેચમાં સચિને તેના બીજા પ્રયાસમાં 16.32 મીટરનો થ્રો કર્યો હતો. આ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ કેનેડાના ગ્રેગ સ્ટુઅર્ટે જીત્યો હતો. સ્ટુઅર્ટનો શ્રેષ્ઠ થ્રો 16.38 મીટર રહ્યો હતો. જ્યારે ક્રોએશિયાના બાકોવિક લુકાએ 16.27 મીટરનો થ્રો કરીને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો.

આ પણ વાંચોઃ Worst Cooking Oil: સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આ ખાધ્ય તેલ, તમારા રસોડામાંથી આજે દૂર કરો આ ફૂડ ઓઇલ- વાંચો વિગત

પેરાલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં ભારતે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં ભારતે 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 19 જીત્યા હતા. પરંતુ પેરિસ પેરાલિમ્પિકસમાં ભારત અત્યાર સુધીમાં સૌથી વધારે 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 21 મેડલ જીત્યા છે. મુરલીકાંત પેટકરે વર્ષ 1972માં આયોજિત પેરાલિમ્પિકસમાં ભારત માટે પહેલો મેડલ જીત્યો હતો. મુરલીકાંત પેટકર એ જ ખેલાડી છે કે જેમના જીવન પર બનેલી ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ તાજેતરમાં રિલીઝ થઈ હતી.