Rules For Ration Distributor

Rules for Ration Distributor: રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે- વાંચો વિગત

અમદાવાદ, 03 સપ્ટેમ્બરઃ Rules for Ration Distributor: ગુજરાત સરકારને ફરિયાદ મળી હતી કે, રાજ્યમાં આશરે 700 જેટલી દુકાનો ભાડે ચાલતી હતી. આ જ કારણસર હવે દુકાનદારની બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે. એટલું જ નહીં, દુકાનદારે રજા રાખવી હશે તો પણ મામલતદારની મંજૂરી લેવી પડશે. આ નિર્ણયથી રાજ્યના 72 લાખ નેશનલ ફૂડ સેફ્ટી એક્ટના રાશન કાર્ડ ધારકોને ફાયદો થશે.

આ પણ વાંચોઃ Heavy Rain in Gujarat: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો, ભરૂચના વાલિયામાં આભ ફાટતાં 12 ઇંચ વરસાદ..!

સસ્તા અનાજની દુકાનોને લઈને રાજ્ય સરકારને ઘણાં સમયથી ફરિયાદો મળી રહી હતી. આ પૈકી અનેક દુકાનો હંમેશા બંધ જ જોવા મળતી હતી. આ ઉપરાંત 700 જેટલી દુકાનો અન્યને ભાડે આપી દેવાઈ હતી. આ પ્રકારની ગેરરીતિઓ અટકાવવા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ Union Cabinet Decision: ખેડૂતોની આવકમાં થશે વધારો- દેશભરના ખેડૂતોના હિતમાં મોદી સરકારે લીધા મહત્વના નિર્ણય, જાણો સંપૂર્ણ વિગત

હવે રાશન કાર્ડની દુકાનનું લાયસન્સ ધરાવનારો કોઈ દુકાનદાર અન્યને દુકાન ભાડે આપી શકશે નહીં. આ સાથે જ રાશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને પણ જાણ કરવી પડશે. આ ઉપરાંત પોતાની ગેરહાજરીમાં અન્ય વિતરકને ચાર્જ સોંપીને અનાજ વિતરણ ફરજિયાત ચાલુ રાખવું પડશે.