Ashwini Vaishnaw

Union Cabinet Decision: ખેડૂતોની આવકમાં થશે વધારો- દેશભરના ખેડૂતોના હિતમાં મોદી સરકારે લીધા મહત્વના નિર્ણય, જાણો સંપૂર્ણ વિગત

નવી દિલ્હી, 02 સપ્ટેમ્બરઃ Union Cabinet Decision: કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો સાથે જોડાયેલી 7 યોજનાઓને મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે ખેડૂતોના જીવનમાં સુધાર અને તેની આવક વધારવા માટે કેબિનેટે સોમવારે 7 મોટા નિર્ણયો લીધા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત આ 7 કાર્યક્રમો માટે આશરે 14,000 કરોડ રૂપિયાને મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Last Day of Shravan 2024: આજે સોમવતી અમાસ સાથે જ શ્રાવણમાસની પૂર્ણાહુતિ, કરો સોમનાથ મહાદેવના દર્શન- જુઓ તસ્વીર

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું- પ્રથમ ડિજિટલ એગ્રીકલ્ચર મિશન છે, તે કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે છે. 2817 કરોડ રૂપિયાના રોકાણથી ડિજિટલ એગ્રીકલ્ચર મિશન તૈયાર થશે.

કેન્દ્રીય કેબિનેટના સાત મોટા નિર્ણય
1- તેમણે કહ્યું કે, કેન્દ્રીય કેબિનેટે ખોરાક અને પોષણના પાક વિજ્ઞાનને સમર્પિત રૂ. 3,979 કરોડની યોજનાને મંજૂરી આપી છે.
2- કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, કેન્દ્રીય કેબિનેટે 2,817 કરોડ રૂપિયાના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી આપી છે.

આ પણ વાંચોઃ Ganesh Chaturthi 2024: ગણતરીના સમયમાં પધારશે વિઘ્નહર્તા, જાણો ગણેશ ચતુર્થીની તારીખ અને સ્થાપનાનો સમય

3- તેમણે કહ્યું, કેબિનેટે કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂ. 2,292 કરોડની જોગવાઈ સાથેના કાર્યક્રમને મંજૂરી આપી છે.
4- સરકારે ટકાઉ પશુધન સ્વાસ્થ્ય માટે રૂ. 1,702 કરોડની યોજનાને મંજૂરી આપી.
5- કેન્દ્રીય કેબિનેટે બાગાયતના વિકાસ માટે 860 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.
6- કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે રૂ. 1,202 કરોડની ફાળવણી મંજૂર.
7- કુદરતી સંસાધન વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂ. 1,115 કરોડની યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે.