Robert Vadra Statement

Robert Vadra statement: ગાંધી પરિવારના જમાઇએ કંગનાને લઇ આપ્યુ મોટુ નિવેદન, કહ્યું- તે સંસદમાં રહેવા લાયક નથી

નવી દિલ્હી, 31 ઓગષ્ટઃ Robert Vadra statement: કોંગ્રેસ મહા સચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ કંગના રણૌતના ખેડૂતો અંગેના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે. કંગના ભાજપના સાંસદ છે, જેને લઈને વાડ્રાનું કહેવું છે કે ‘સંસદમાં તેમના માટે કોઈ સ્થાન ના હોવું જોઈએ. તે સંસદમાં રહેવા લાયક નથી.’

બોલિવૂડ એક્ટ્રેસથી સાંસદ બનેલા કંગના પોતાના નિવેદનો માટે મીડિયા હેડલાઈનમાં રહે છે અને ખેડૂતો અંગે આપેલા તેમના તાજેતરના નિવેદન બાદ તે ફરીથી ચર્ચામાં છે.

આ પણ વાંચોઃ Gujarat Rain Update: ગુજરાતમાં હવે મેઘરાજાએ વિરામ લીધો, પરંતુ હજી ભારે વરસાદની આગાહી- વાંચો વિગત

રોબર્ટ વાડ્રાએ મીડિયા સાથેની વાતચીતમાં સાંસદ કંગના રણૌતના નિવેદન પર કહ્યું, ‘તે એક મહિલા છે. હું તેમનું સન્માન કરું છું પરંતુ મને લાગે છે કે તે સંસદમાં રહેવા લાયક નથી. તે શિક્ષિત નથી. તે લોકો વિશે વિચારતા નથી. તેમણે મહિલાઓ વિશે વિચારવું જોઈએ.’ આમ કહીને વાડ્રાએ લોકોને મહિલા સુરક્ષાના મુદ્દે એક સાથે આગળ આવવાની અપીલ કરી હતી.

રોબર્ટ વાડ્રાએ મહિલા સુરક્ષા પર જોર આપતાં કહ્યું કે ‘તમામ રાજકીય પક્ષોએ મહિલા સુરક્ષાના મુદ્દે એકસાથે આવીને વિચાર કરવો જોઈએ.’

આ પણ વાંચોઃ Vadodara Crocodile Rescue: વડોદરામાં એક જ રાતમાં 9 મગરોનું રેસ્ક્યુ કરાયા, અત્યાર સુધી 23 મગર અને 80 થી વધુ સાપ થયા રેસ્ક્યુ – વાંચો વિગત

બીજી તરફ, કંગના રણૌતે એક ઈન્ટરવ્યૂમાં ખેડૂતો અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. ખેડૂતોના મહિનાઓ સુધી ચાલેલા દેખાવો અંગે કંગનાએ કહ્યું હતું કે ‘જો ખેડૂત આંદોલન વખતે દેશમાં મજબૂત સરકાર ના હોત તો, ભારતમાં પણ બાંગ્લાદેશ જેવી સ્થિતિ પેદા થઈ શકતી હતી.’