Jammu Kashmir Elections

Jammu Kashmir Elections : ભાજપે ફરી જાહેર કરી પ્રથમ યાદી, 15માંથી 8 મુસ્લિમને ટિકિટ- વાંચો સંપૂર્ણ લિસ્ટ

નવી દિલ્હી, 26 ઓગષ્ટઃ Jammu Kashmir Elections: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે નવેસરથી પ્રથમ તબક્કાની ચૂંટણી માટે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં પ્રથમ તબક્કાના 15 ઉમેદવારોના નામ છે. જેમાંથી 8 મુસ્લિમ ઉમેદવારો છે. અગાઉ, ભારતીય જનતા પાર્ટીએ 44 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જે કોઈક કારણોસર પાછી ખેંચી લીધી હતી.

આ પણ વાંચોઃ Ladakh 5 New Districts: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખને લઈને મોટી જાહેરાત કરી, વાંચો સંપૂર્ણ વિગત

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ભાજપે તેના 15 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદી પ્રથમ તબક્કા માટે જ જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં ભાજપે 8 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. અગાઉ, ભારતીય જનતા પાર્ટીએ 44 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, પરંતુ કોઈક કારણોસર તે યાદી પાછી ખેંચી લીધી હતી.

અગાઉ ભાજપે જાહેર કરેલ યાદીમાં કુલ 14 મુસ્લિમ ઉમેદવારો હતા. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભા માટે મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર, બીજા તબક્કામાં 26 બેઠકો અને ત્રીજા તબક્કામાં 40 બેઠકો પર મતદાન થવાનું છે.

આ પણ વાંચોઃ Rupali Ganguly MIL Dies: અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીના રિયલ સાસુનું થયુ નિધન, એક્ટ્રસે લખી ઇમોશનલ પોસ્ટ

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો માટે 18 અને 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે એમ ત્રણ તબક્કામાં મતદાન યોજાશે. જ્યારે 4 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લે વિધાનસભાની ચૂંટણી વર્ષ 2014માં યોજાઈ હતી.