Banas Dairy

Banas Dairy: બનાસ ડેરીની 56મી સાધારણ સભામાં દૂધના કિલો ફેટના ભાવ વધારોની કરી જાહેરાત- વાંચો વિગત

ગાંધીનગર, 17 ઓગષ્ટઃ Banas Dairy:બનાસ ડેરીની 56મી સાધારણ સભામાં દૂધના કિલો ફેટના ભાવ વધારોની જાહેરાત કરી છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ જાહેરાત કરી છે. કિલો ફેટે ભાવ ₹989 જાહેર કરાયો છે. ગત વર્ષે ₹948 ભાવ જાહેર કર્યો હતો.

આ પણ વાંચોઃ ISIS Terrorists Attack in Congo: કાંગોમાં ISISના આતંકીઓનો મોટો હુમલો, 16 લોકોનાં મોત-20થી વધુ લોકોનું અપહરણ થયુ

ગત વર્ષે 6 ટકા લેખે પશુપાલકોને ₹550 કરોડ વધારે ચૂકવ્યા છે. ગત વર્ષે પશુપાલકોને ₹1932 કરોડ ચૂકવાયા હતા. આ વર્ષે ₹1973 કરોડ પશુપાલકોને ચૂકવાશે. 22 ટકા લેખે પશુપાલકોને ભાવ વધારાનો લાભ મળશે. ગાંધીનગરમાં બનાસ ડેરી ટ્રેનીંગ સેન્ટર સ્થાપવાની જાહેરાત કરી છે.

બનાસ ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર 19 હજાર કરોડ છે. 5 લાખ પશુપાલકો બનાસ ડેરી સાથે જોડાયેલા છે. બનાસ ડેરીના 1.8 લાખ જેટલાં શેર ધારકો છે. આશરે 1200 ગામોમાં સહકારી દૂધ મંડળીઓ અમૂલ, સાગર, બનાસ નામ હેઠળ ઉત્પાદન કરે છે. દિવસના 35 કરોડ રૂપિયા પશુપાલકોના ખાતામાં જમા થાય છે.

આ પણ વાંચોઃ Vinesh Phogat warm welcome: પેરિસ ઓલિમ્પિકમાં દુઃખદ અંત બાદ વિનેશ ફોગાટ પોતાના દેશ પરત ફરી, પોતાને નસીબદાર ગણાવી- વાંચો વિગત

ડેરીમાં દિવસનું 73 લાખ લીટર દૂધ આવે છે. બનાસ મેડિકલ કોલેજની સ્થાપના અને સંચાલન કરવામાં આવે છે. પશુપાલકોના બાળકોને માત્ર 50 ટકા ફીમાં અભ્યાસની સુવિધા આપવામાં આવે છે.