Harsh Sanghvi Father Passed Away

Harsh Sanghvi Father Passed Away: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન, સારવાર દરમિયાન હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

ગાંધીનગર, 17 ઓગષ્ટઃ Harsh Sanghvi Father Passed Away:ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્રનું નિધન થયું છે. માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી તેમની તબીયત નાદુરસ્ત હતી. ત્રણ દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન આજે બપોરે રમેશચંદ્ર સંધવીનું નિધન થયું હતુ.

આ પણ વાંચોઃ 70th National film awards 2024: ભારત સરકાર દ્વારા 70માં નેશનલ ફિલ્મ ઍવોર્ડ્સની થઇ જાહેરાત, બેસ્ટ એક્ટ્રેસ માનસી પારેખને મળશે પુરસ્કાર

રમેશચંદ્રની તબીયત છેલ્લા કેટલાક મહિનાઓથી ખરાબ રહેતી હતી. તેમજ કોરોનાકાળ બાદ સારવાર માટે તેમને હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા. પિતાની તબીયત ખરાબ હોવાથી છેલ્લા ત્રણ દિવસથી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા. હાલમાં યુનિક હોસ્પિટલ ખાતે તેઓની સારવાર ચાલી રહી હતી.

આ પણ વાંચોઃ Gujarat Rain forecast: ફરી ગુજરાતમાં ભારે વરસાદના એંધાણ, આ તારીખે ગાજવીજ સાથે વરસસે મેઘરાજ- વાંચો વિગત

હીરાના વ્યવસાય સાથે જોડાયેલા રમેશચંદ્ર સંઘવી આ સાથે બીજી અન્ય સેવાભાવી સંસ્થાઓ સાથે પણ સક્રિય હતા. આ સાથે જૈન સમાજમાં સેવાભાવી વ્યક્તિ તરીકે ઓળખ બનાવી હતી. આજે સાંજે 5 વાગ્યે ઉમરા ખાતે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.