Get Citizenship On CAA

Get Citizenship On CAA: CAA હેઠળ પહેલીવાર બાંગ્લાદેશીને મળી ભારતની નાગરિકતા- વાંચો વિગત

નવી દિલ્હી, 14 ઓગષ્ટઃ Get Citizenship On CAA: બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરૂદ્ધ થઈ રહેલી હિંસા વચ્ચે આસામના સિલચરના 50 વર્ષીય દુલોન દાસ અસમમાં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ની મદદથી ભારતીય નાગરિકતા મેળવનાર પ્રથમ બાંગ્લાદેશી બન્યા છે. ભારતના ગૃહ મંત્રાલયે દુલોન દાસને મંગળવારે નાગરિકતા મળી હોવાની સૂચના આપી હતી. સર્ટિફિકેટ લેવા તે ગુવાહાટીમાં પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ પર જવા આદેશ કર્યો હતો.

આ પણ વાંચોઃ Stambheshwar Mahadev: મહાદેવનું એક માત્ર એવુ મંદિર જ્યા દરિયાના મોજા ખુદ કરે છે શિવલિંગ પર અભિષેક- જાણો આ મંદિર વિશે

દુલોસ દાસના વકીલો અનુસાર, તેમને CAAની મદદથી 1 એપ્રિલ, 2024ના રોજ ભારતીય નાગરિકતા માટે અરજી કરી હતી. બાંગ્લાદેશના સિલહટ જિલ્લામાં 1974માં જન્મેલા દુલોન અને તેમનો પરિવાર દેશમાં લઘુમતીઓ પર થઈ રહેલાં હુમલાથી કંટાળી 1988માં અસમમાં શરણું લીધુ હતું.

1986માં દાસના પિતાએ બાંગ્લાદેશના સિલહટ જિલ્લાના એક ગામમાં 8000 ટકા (બાંગ્લાદેશી કરન્સી) ખર્ચ કરી જમીન ખરીદી હતી. પરંતુ ત્યારબાદ અનેક હુમલાઓ થતાં દેશ છોડી ભારત આવ્યા હતા. CAA હેઠળ લગભગ 300થી વધુ લોકોને નાગિરકતા આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Pramod Bhagat Suspended: ટોક્યો 2020 પેરાલિમ્પિક ચેમ્પિયન ગોલ્ડ મેડલ જીતનાર આ ભારતીય ખેલાડી 18 મહિના માટે સસ્પેન્ડ

ઉલ્લેખનીય છે કે, અસમમાં અત્યારસુધી કુલ આઠ લોકોએ CAA હેઠળ નાગરિકતા માટે અરજી કરી છે. જેમાંથી બે જણે પોતાની અરજી પરત લઈ લીધી છે. મંગળવારે વકીલ ધર્મેન્દ્ર દેબએ સ્થાનિક પત્રકારોને જણાવ્યું હતું કે, બે અરજી પરત થયા બાદ CAA હેઠળ છ અરજી પર ગૃહ મંત્રાલય દ્વારા સમીક્ષા કરી રહ્યા છે. અન્ય ચાર લોકોને ટૂંક સમયમાં નાગરિકતા મળવાનો આશાવાદ છે.