સુપ્રીમ કોર્ટે નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાની પત્ની પાયલને છૂટાછેડાની અરજી પર નોટિસ પાઠવી છે. દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે ઓમર અબ્દુલ્લાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. ઓમર અબ્દુલ્લા આની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા તો જસ્ટિસ સુધાંશુ ધૂલિયા -અહસાનુદ્દીન અમાનુલ્લાની બેંચે ઓમર અબ્દુલ્લાની અરજી પર સુનાવણી કરતા પાયલને છ સપ્તાહમાં જવાબ આપવા કહ્યું.

