NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કિમ 57માં કોર્સનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેના દ્વારા સેનામાં સીધી લેફ્ટનેન્ટની જગ્યા માટે ભરતી કરવામાં આવશે. NCC સ્પેશિયલ એન્ટ્રી સ્કિમ અંતર્ગત ભરતીમાં એનડીએ કે સીડીએસની જેમ લેખિત પરીક્ષા પાસ કરવી પડશે નહીં. પરંતુ સીધુ એસએસબી ઇન્ટરવ્યૂ થાય છે. વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને અરજી કરી શકાય છે. અરજીની છેલ્લી તારીખ 9 ઓગસ્ટ 2024 છે.

