યુએસએના અલાબામામાં બર્મિંગહામ નાઈટક્લબમાં શનિવારે (13 જુલાઈ, 2024) મોડી રાત્રે ગોળીબાર થયો હતો, જેમાં ચાર લોકોના મોત થયા હતા અને નવ અન્ય ઘાયલ થયા હતા. બર્મિંગહામ પોલીસના જણાવ્યા અનુસાર, 27મી સ્ટ્રીટ નોર્થ પર રાત્રે 11 વાગ્યે એક નાઈટ ક્લબમાં અનેક લોકોએ ગોળીબાર કર્યો હતો. પોલીસે જણાવ્યું કે નાઈટક્લબની અંદર અને ફૂટપાથ પર બે મહિલાઓ-એક પુરુષના મૃતદેહ મળી આવ્યા.

