Screenshot 2024 06 28 10 38 17 94 0e31a5c608e4b9b2cbc5d36598ab48db 1024x788

અમદાવાદ કોર્પોરેશનના કર્મચારીઓની બલ્લે બલ્લે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળેલી બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એએમસીના 15,000 કર્મચારીઓને નવી પેન્શન સ્કીમ હેઠળ આવરી લેવાનો નિર્ણય કરાયો છે. એટલે કે અત્યાર સુધી તેમને 10 ટકા લેખે પેન્શન જમા થતું હતું, હવે 14 ટકા પેન્શન મળશે. આ ઉપરાંત મિશન થ્રી મિલિયન ટ્રી અંતર્ગત આગામી સમયમાં શહેરમાં ૩૦ લાખ વૃક્ષો વાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.