સિદ્ધપુર તાલુકાના વાધણા ગામમાં રહેતા ઈનાયત ખાન હુસૈન ખાન સિપાઈ પઠાણ નામના કથિત તાંત્રિક વિરુદ્ધ સિદ્ધપુર તાલુકાની એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. યુવતીએ તાંત્રિક પર આક્ષેપ લગાવ્યો છે કે, તાંત્રિકે દોરાના બહાને યુવતીના ઘરે તેમજ વિરમગામ અને થરા લઈ જઈને તેની પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

