Screenshot 2024 06 27 11 44 49 14 0e31a5c608e4b9b2cbc5d36598ab48db 1024x773

હિજાબ મામલે HCનો મહત્વનો નિર્ણય

બોમ્બે હાઈકોર્ટે બુરખા-હિજાબ મામલે મહત્વનો નિર્ણય લીધો છે. હાઈકોર્ટે શાળા અને કોલેજોમાં બુરખા-હિજાબ પહેરવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે કોલેજમાં હિજાબ પર પ્રતિબંધ યોગ્ય છે. ચેમ્બુરની આચાર્ય-મરાઠા કોલેજે ડ્રેસ કોડ દ્વારા હિજાબ પર પ્રતિબંધ લાગુ કર્યો હતો. જેની સામે કોલેજની 9 વિદ્યાર્થિનીઓ બોમ્બે હાઇકોર્ટમાં પહોંચી હતી પરંતુ બોમ્બે હાઇકોર્ટે અરજી ફગાવી દીધી.