PM મોદીએ ક્યા મંત્રાલયો પોતાની પાસે રાખ્યા?
નવી સરકારની રચના સાથે તમામ કેબિનેટ મંત્રીઓને અલગ અલગ મંત્રાલયોની ફાળવણી કરી દેવામાં આવી છે. મંત્રીઓએ કાર્યભાર પણ સંભાળી લીધો છે. કેટલાક એવા મંત્રાલયો છે જે PM મોદીએ પોતાની પાસે રાખ્યા છે. જેમાં કર્મચારી, લોક ફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા અને અંતરીક્ષ વિભાગનો સમાવેશ થાય છે. આ સિવાય પીએમ મોદી એવા વિભાગો પણ સંભાળી રહ્યા છે જે કોઈ મંત્રીને ફાળવવામાં નથી આવ્યા.

