2024ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકારના 11 મંત્રીઓ યુપીમાંથી ચૂંટણી લડી રહ્યા હતા. જેમાંથી 7 ચૂંટણી હારી ગયા છે. અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને કારમી હાર મળી છે. મુઝફ્ફરનગરથી સંજીવ બાલિયાન, લખીમપુર ખેરીથી અજય મિશ્રા ટેની, ચંદૌલીથી મહેન્દ્ર નાથ પાંડે, જાલૌનથી ભાનુ પ્રતાપ વર્મા, ફતેહપુરથી સાધ્વી નિરંજન જ્યોતિ અને મોહનલાલગંજથી કૌશલ કિશોર પણ ચૂંટણી હાર્યા. 20 સાંસદોને પણ ચૂંટણીમાં હાર મળી.

